Published by : Rana Kajal
રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે વિવિઘ સેવાઓ આપવામાં આવી રહી છે. 108 ઈમરજન્સી સેવાનો લોકો વ્યાપક લાભ લઇ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા પોષાય તેવા દરે એર એમ્બ્યુલન્સ સેવા અપાઇ રહી છે. ગુજરાતમાં સરકાર દ્વારા આપવામા આવતી એર એમ્બ્યુલન્સ સેવાઓનો ઉપયોગ કરવા માટે પ્રતિ કલાકનો ખર્ચ રાજ્યના રહેવાસીઓ માટે રૂ. 50,000 ઉપરાંત ટેક્સ અને રાજ્યની બહારના લોકો માટે રૂ. 65,000 છે, એમ સરકારે ભાજપના ધારાસભ્ય ડો હસમુખ પટેલના એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિક આટલા પૈસા ખર્ચી આ સેવાનો ઉપયોગ કદાચ ન કરી શકે.
વધુમાં ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સેવા 21 માર્ચ, 2022 ના રોજ શરૂ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થતા છેલ્લા બે વર્ષમાં, છ દર્દીઓએ એર એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ કર્યો છે અને તેનો ઉપયોગ નવ અંગોના પરિવહન માટે પણ કરવામાં આવ્યો છે, એમ લેખીત જવાબમાં ઉમેર્યું હતું. એર એમ્બ્યુલન્સ સેવાઓ નાગરિક ઉડ્ડયનના નિયામક, જીવીકે EMRI 108 એમ્બ્યુલન્સ સેવા અને આરોગ્ય વિભાગ દ્વારા ઓફર કરવામાં આવે છે. આવનારા દિવસોમાં એર એમ્બ્યુલન્સના દરમાં ઘટાડો કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે