Home Devotional પૌત્રના મંદિરના નિર્માણ અર્થે દાદીમાંના વતનના લાકડાનો થશે ઉપયોગ…

પૌત્રના મંદિરના નિર્માણ અર્થે દાદીમાંના વતનના લાકડાનો થશે ઉપયોગ…

0

Published By : Patel Shital

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું કામકાજ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે આ ભવ્ય મંદિરના દરવાજા માટે સાગી લાકડું મહારાષ્ટ્રના ચંદ્રપુરથી મોકલવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના સેંકડો કલાકારો દ્વારા પૂજા અને પ્રદર્શન કર્યા પછી ઉચ્ચ ગુણવત્તાની સાગી લાકડાના એક જથ્થાને અયોધ્યા માટે રવાના કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના વન અને સાંસ્કૃતિક બાબતો અને મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી સુધીર મુંગંટીવારે જણાવ્યું કે રામાયણમાં ઉલ્લેખિત દંડકારણ્ય અને હાલના ચંદ્રપુરમાંથી ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાનું સાગનું લાકડું મોકલવામાં આવી રહ્યુ છે. મંત્રીએ કહ્યું કે લગભગ 1,855 ઘન ફૂટ લાકડાનો આ જથ્થો અયોધ્યા માટે રવાના થયો છે. તેનો ઉપયોગ મંદિરના મુખ્ય દ્વાર- ગર્ભગૃહના દરવાજા અને મંદિરના અન્ય દરવાજાના નિર્માણમાં કરવામાં આવશે. મંત્રી વધુમાં જણાવતા કહ્યું હતું કે ભગવાન રામના દાદીમાં ઈન્દુમતી વિદર્ભ પ્રદેશ હાલના મહારાષ્ટ્રના હતા. પૌત્રનું મંદિર બનાવવા માટે દાદીના જન્મસ્થળથી સાગનું લાકડું મોકલવામાં આવી રહ્યું છે તે ઐતિહાસિક ક્ષણ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version