Published By : Rana Kajal
ભરૂચ નગરના ડભોઇવાડ વિસ્તારમાં ખ્યાતિ પ્રાપ્ત એવાં પ્રાચીન પ્રગટેશ્વર મહાદેવના મંદીરના જીર્ણોધારના કામકાજની શરુઆત કરવામાં આવી હતી.
ભરૂચ નગરમાં ઘણા જૂના અને ધાર્મિક ગરિમા ધરાવતા મંદિરો આવેલા છે. તમામ મંદિરોની આગવી ધાર્મિક ગરીમા છે. આવા મંદિરોમાં ડભોઇવાડ વિસ્તારમાં આવેલ પ્રગટેશ્વર મંદિર જર્જરીત બનતા તેના જીર્ણોદ્ધારની જવાબદારી હિન્દૂ ધર્મસેનાએ ઉઠાવી હતી. વર્ષ 2022 માં જ ભીમ અગિયારસે મંદિરના જીર્ણોદ્ધાર માટે કામગીરી શરૂ કરાઇ હતી. જેના નિર્માણની જવાબદારીનું બીડું હિન્દૂ ધર્મસેનાના ઝીણાભાઈ ભરવાડે ઉપાડ્યું હતું. આ મંદિરનું આગવું ધાર્મિક મહત્વ છે. હાલ ચાવજમાં મેર પરિવાર દ્વારા આયોજિત ભવ્ય શ્રીમદ ભગવદ સપ્તાહ ચાલી રહી હોય. કથાકર જીજ્ઞેશ દાદાએ આ નિર્માણ પામી રહેલા મહાદેવ મંદિરની મુલાકાત લઈ દર્શન અને પૂજન અર્ચન કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.