Published by : Rana Kajal
- બે દિવસમાં સીંગતેલમાં ડબ્બે 100 રૂપિયાનો વધારો
રાજ્યમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયું હોવા છતાં સીંગતેલમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે આજે સીંગતેલમાં ભાવ વધારો જોવા મળ્યો હતો. ગઈકાલે ડબ્બે 50 રુપિયાનો વધારો ઝીંકાયા બાદ આજે ફરી એકવાર ડબ્બે 50 રુપિયા વધારવામાં આવ્યા હતા. બે દિવસમાં જ સીંગતેલના ડબ્બાના ભાવમાં 100 રુપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
એક તરફ સતત મોંઘવારી વધી રહી છે ત્યારે રાજ્યમાં સીંગતેલના ભાવ બેકાબુ થઈ રહ્યા છે. સીંગતેલના ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. એક બાજુ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે સીંગતેલમાં સતત ભાવ વધારો થઇ રહ્યો છે. આજે સતત બીજા દિવસે સીંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. બે દિવસમાં ડબ્બે રુપિયા 100નો વધારો ઝીંકી દેવાયો છે. ગઈકાલે ડબ્બે રુપિયા 50નો વધારો કરતા ભાવ 2820 થયો હતો ત્યારે આજે ફરી એકવાર 50 રુપિયાનો ભાવ વધારો થતા ડબ્બાનો નવો ભાવ 2870 થયો છે. સતત વધી રહેલા ભાવ લોકો માટે માથાનો દુખાવો સમાન સાબિત થઈ રહ્યો છે.