Published by : Anu Shukla
દેશમાં સરહદ સુરક્ષા દળની મહિલા ઊંટ સવાર ટુકડી આગામી પ્રજાસત્તાક દિનની પરેડમાં પહેલીવાર પુરૂષ ઊંટ ટુકડી સાથે રાજપથની પરેડમાં ભાગ લેશે. આ વિશ્વની પ્રથમ મહિલા ઊંટ સવાર ટુકડી છે.
મહિલા ઊંટ સવાર ટુકડીની ડ્રેસ ડિઝાઈન પણ અદ્ભૂત અને ખાસ પ્રકારની છે. આને ખાસ પ્રકારે ફેમસ ડિઝાઈનર રાઘવેન્દ્ર રાઠોડે તૈયાર કર્યો છે. બીએસએફની આ મહિલા ઊંટ સવાર ટુકડી આકર્ષક અને ગ્લોરિયસ રાજશી પોશાક સાથે પ્રથમવાર આગામી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને નવી દિલ્હીમાં થનારી પરેડમાં ભાગ લેશે.
મહિલા ઊંટ ટુકડીમાં 20થી વધુ BSFની મહિલા પર્સનલ તૈનાત થશે
આ મહિલા ઊંટ ટુકડીમાં 20થી વધુ બીએસએફની મહિલા પર્સનલ સવાર થશે. આ મહિલા ઊંટ ટુકડીએ તાજેતરમાં જ પ્રથમ વખત અમૃતસરમાં થયેલી બીએસએફની રેજિંગ ડે પરેડમાં પણ ભાગ લીધો હતો. અત્યારે રાજપથમાં પુરુષોની કોન્ટીજેન્ટ સાથે મળીને રિહર્સલ કરી રહી છે.

ડ્રેસને 400 વર્ષ જૂની ડંકા ટેકનીકમાં બનાવવામાં આવ્યો
ડિઝાઈનર રાઘવેન્દ્ર રાઠોડની બનાવેલી મહિલાઓની વર્દી ભારતના અમુક કિંમતી શિલ્પરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે. જે દેશના વિભિન્ન ભાગોમાં તૈયાર કરવામાં આવે છે. બીએસએફ કેમલ કોન્ટિજેન્ટ બ્રાન્ડ માટે મહિલાઓની વર્દીમાં ડિઝાઈન રાજસ્થાનના ઈતિહાસના પ્રાચીન અને સાંસ્કૃતિક તત્વોને સામેલ કરવામાં આવ્યા છે. કાર્યક્ષમતાની સાથે-સાથે રાષ્ટ્રીય દળોની વર્દી પહેરવાનો વિશેષાધિકાર અને સન્માન ઝલકે છે. આ જોધપુરી બંધ ગળા સ્ટાઈલની સાથે શ્રેષ્ઠ નજારો રજૂ કરી રહ્યુ છે.
બનારસના વિભિન્ન ટ્રિમ્સ માટે હાથથી તૈયાર કરવામાં આવેલા જરદોઝીના કામની બનાવટવાળા ડ્રેસને 400 વર્ષ જૂની ડંકા ટેકનીકમાં બનાવવામાં આવ્યા છે. વર્દીને આકર્ષક પાઘ પાઘડીની સાથે સ્ટાઈલ કરવામાં આવ્યા છે. એક પાઘડી જે રાજસ્થાનના મેવાડ વિસ્તારના વિરાસત પાઘથી પ્રેરિત છે. પાઘ રાજસ્થાનના લોકોના સાંસ્કૃતિક પહેરવેશનું એક અનિવાર્ય તત્વ છે. મેવાડમાં આ પહેરવામાં આને બાંધવામાં આવે છે અને આ પ્રતિષ્ઠા અને સન્માનનું પ્રતીક છે.