- સુરત અને વડોદરામાં બે અલગ અલગ ઘટનાઓમાં પતંગની દોરી ગળામાં ભરાઇ જતા 3 વ્યકિતના મોત
ગુજરાતીઓના અતિપ્રિય ઉત્સવ ઉત્તરાયણનુ આગમન થવાને હવે થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણ પૂર્વે ઘણાં પતંગ રસીયાઓ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતાં હોય છે. આ સાથે કેટલાક વેપારીઓ પણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે. ઉત્તરાયણ પર્વને લઇ ચાઇનીઝ સહિતની પતંગની દોરીઓના કારણે ગળા કપાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તરાયણ પૂર્વે સુરત અને વડોદરામાં બે અલગ અલગ ઘટનાઓમાં પતંગની દોરી ગળામાં ભરાઇ જતા 3 વ્યકિતના મોત થયા છે. તો અનેકને ઇજાઓ પહોંચી છે.
જીવલેણ ચાઇનીઝ દોરીના વેચાણને લઈને ગુજરાત હાઇકોર્ટના આકરા વલણને લઇ પોલીસ તંત્ર હરકતમાં આવ્યુ છે. સુરત મહિધરપુરા પોલીસે 120,ઉધના પોલીસ સ્ટેશન 20,સાલબત પૂરા 22, સરથાણા 10 ચાઈનીઝ ફીરકી ઝડપી પાડી હતી. વડોદરા પાણીગેટ પોલીસે ચાઈનીઝ દોરીનુ વેચાણ કરતા દુકાનદારો પર તવાઇ બોલાવી હ્તી. પોલીસે ચાઈનીઝ દોરીનુ વેચાણ કરતા બે ઇસમોને 10 ચાઈનીઝ ફીરકી, 3 મોબાઇલ ફોન સાથે ઝડપી પાડી કુલ રૂ. ૨૪ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો અમદાવાદ પોલીસે શહેરના 7 સ્થળેથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારા 9 આરોપીઓની કરી ધરપકડ કરી હતી.