Thursday, September 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratપ્રધાનમંત્રીએ એકતા નગરમાં તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ એકતા નગરમાં તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું

  • મને લાગે છે કે પર્યાવરણ મંત્રાલયની ભૂમિકા નિયમનકાર તરીકેની જગ્યાએ પર્યાવરણના પ્રમોટર તરીકે વધુ છે : મોદી
  • પર્યાવરણની સુરક્ષા સાથે ગ્રીન કવર વધારીને જળવાયુ પરિવર્તનના પડકારોનો સામનો કરવામાં ગુજરાત યોગદાન આપશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
  • વડાપ્રધાનના મિશન લાઇફને સાકાર કરવા માટે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય આગળ વધી રહ્યું છે: કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્રભાઇ યાદવ

રાજપીપલા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું.સભાને સંબોધતાપ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે ભારત આગામી 25 વર્ષ માટે નવા લક્ષ્યો નક્કી કરી રહ્યું છે ત્યારે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહત્વ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે એકતા નગરનો સર્વાંગી વિકાસ એ પર્યાવરણીય યાત્રાધામનું મુખ્ય ઉદાહરણ છે જ્યારે વાત જંગલો, જળ સંરક્ષણ, પ્રવાસન અને આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોની આવે છે.ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ, કોએલિશન ફોર ડિઝાસ્ટર રિસિલિઅન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લાઈફ ચળવળના ઉદાહરણો આપતાં પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે ભારત માત્ર રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં જ મોટી પ્રગતિ નથી કરી રહ્યું, પરંતુ વિશ્વના અન્ય દેશોને પણ માર્ગદર્શન આપી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આજનું નવું ભારત નવી વિચારસરણી, નવા અભિગમ સાથે આગળ વધી રહ્યું છે.” પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ભારત એક ઝડપથી વિકાસશીલ અર્થતંત્ર છે અને તે તેની ઇકોલોજીને પણ સતત મજબૂત કરી રહ્યું છે. “આપણા વન આવરણમાં વધારો થયો છે અને વેટલેન્ડ્સ પણ ઝડપથી વિસ્તરી રહ્યા છે”.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આજે વિશ્વ તેની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાના ટ્રેક રેકોર્ડને કારણે ભારતમાં જોડાઈ રહ્યું છે. ગીરના સિંહ, વાઘ, હાથી, એક શિંગડાવાળા ગેંડા અને ચિત્તાની સંખ્યામાં વર્ષોથી વધારો થયો છે. થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશમાં ચિત્તાના ઘરે પરત ફર્યા બાદ નવી ઉત્તેજના ફેલાઈ છે,”

વર્ષ 2070 માટે ચોખ્ખા શૂન્ય લક્ષ્ય તરફ સૌનું ધ્યાન દોરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશનું ધ્યાન ગ્રીન ગ્રોથ અને ગ્રીન જોબ્સ પર છે. તેમણે પ્રકૃતિ સાથે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, “હું તમામ પર્યાવરણ પ્રધાનોને રાજ્યોમાં શક્ય તેટલું સર્ક્યુલર અર્થતંત્રને પ્રોત્સાહન આપવા વિનંતી કરું છું.” મોદીએ તેમના નિવેદનની પૂર્તિમાં ઉલ્લેખ કર્યો છે કે તે ઘન કચરા વ્યવસ્થાપન ઝુંબેશને નોંધપાત્ર રીતે મજબૂત કરશે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકની પકડમાંથી આપણને મુક્ત કરશે.

પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે પર્યાવરણીય મંજૂરી માટે 6000થી વધુ દરખાસ્તો અને વન મંજૂરી માટેની 6500 અરજીઓ રાજ્યો પાસે પડી છે. “રાજ્યો દ્વારા દરેક યોગ્ય દરખાસ્તને જલ્દીથી મંજૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ. તમે અનુમાન લગાવી શકો છો કે આ પેન્ડન્સીના કારણે હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ અટકી પડશે.”,એમ તેમણે ઉમેર્યું. પ્રધાનમંત્રીએ પર્યાવરણને લગતી તમામ પ્રકારની મંજૂરીઓ માટે સિંગલ-વિન્ડો મોડ એવા પરિવર્તન પોર્ટલના ઉપયોગ પર ભાર મૂક્યો હતો જ્યારે મંજૂરીઓ મેળવવા માટેના ધસારાને ઘટાડવામાં તેની પારદર્શિતા અને અસરકારકતા પર ભાર મૂક્યો હતો. “જ્યાં 8 વર્ષ પહેલા પર્યાવરણ મંજૂરીમાં 600 દિવસથી વધુ સમય લાગતો હતો, આજે તે 75 દિવસ લે છે”, એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણને એવા પ્રધાનમંત્રી મળ્યા છે, જે સમય પહેલા જ સંભવિત સમસ્યાઓના સમાધાન માટે કામમાં લાગી જાય છે.  વન સંરક્ષણના ઉપાયની વાત હોય, જળવાયુ પરિવર્તનના પડકારોની વાત હોય કે પછી પર્યાવરણના રક્ષણ માટે બિન પરંપરાગત ઊર્જાનો વિષય હોય, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણની સુરક્ષાના વિષયને હંમેશા પ્રાથમિકતા આપી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વન અને પર્યાવરણ વિભાગના કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવે આ બેદિવસીય રાષ્ટ્રીય પરિષદની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રદૂષણ અંગેની ચિંતા કરે છે. તેમના દ્વારા પ્રકૃત્તિ અને પર્યાવરણના સંરક્ષણ માટે અનેક પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. તેમણે મિશન લાઇફનું વિઝન આપ્યું છે અને તેને સાકાર કરવા માટે અમે આગળ વધી રહ્યા છીએ.  હવે દરેક રાજ્યો સાથે મળીને એક ટીમના રૂપમાં પર્યાવરણને બચાવવાના મહાકાર્ય કરવા માટે આગળ આવીએ, તેવી તેમણે હાંકલ કરી હતી.

આ વેળાએ કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી અશ્વિની ચૌબે, નીતિ આયોગના મુખ્ય કારોબારી અધિકારી પરમેશ્વરમ ઐયર, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના સચિવ લીના નંદન, ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. સોલંકી, ગુજરાત રાજ્ય વન વિભાગના વડા એસ.કે.ચતુર્વેદી, વિવિધ રાજ્યોમાંથી આવેલા વન મંત્રીઓ, વન વિભાગના સેક્રેટરીઓ, સીપીસીબીના ચેરમેન, નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકીત પન્નુ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!