Home News Update My Gujarat પ્રધાનમંત્રીએ કરી હરખ ઉમટે એવી જાહેરાત, આટલી હશે 5G સ્પીડ, જાણો લોન્ચ...

પ્રધાનમંત્રીએ કરી હરખ ઉમટે એવી જાહેરાત, આટલી હશે 5G સ્પીડ, જાણો લોન્ચ ડેટ

0

સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પોતાની સ્પીચમાં 5G  ને લઇને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આવો જાણીએ કે ભારતમાં 5G ક્યારે લોન્ચ થઇ શકે છે. અને તેની સ્પીડ કેટલી હશે.  

બા સમયથી આ વાત ચાલી રહી હતી કે ભારતમાં 4G બાદ 5G સેવાઓ લોન્ચ કરવાની છે. આ વિશે ઘણા સમાચાર આવી રહ્યા છે 5G સ્પેક્ટ્રમની હરાજી પણ ચાલી રહી છે જિયો, એરટેલ , વોડાફોન આઇડિયા અને અદાણી આ ઓક્શનમાં ભાગ લઇ રહ્યા છે. તાજેતરમાં જ સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સ્પીચમાં 5G  ને લઇને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આવો જાણીએ કે ભારતમાં 5G ક્યારે લોન્ચ થઇ શકે છે. અને તેની સ્પીડ ટલી હશે.  

ભારતમાં આટલી હશે 5G ની સ્પીડ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સ્પીચમાં ટેક્નોલોજી વિકાસ સાથે જોડાયેલી કેટલીક વાતો કહી છે. પીટીઆઇના અનુસાર પોતાની સ્પીચમાં પ્રધાનમંત્રી એ પણ જણાવ્યું કે ભારતમાં 5G ની સ્પીડ કેટલી હોઇ શકે છે. તેમનું એ પણ કહેવું છે કે 5G ની સ્પીડ ભારતમાં 4G કરતાં દસ ગણી વધારે હોઇ શકે છે. તેમણે એ પણ કહ્યું કે 5G લેગ-ફ્રી કનેક્ટિવિટી ઓફર કરશે. 

ભારતમાં 5G ની લોન્ચ ડેટ

ભારતમાં 5G આગામી મહિને લોન્ચ થઇ શકે છે. જ્યાં નરેન્દ્ર મોદીના હિસાબે 5G ટૂંક સમયમાં લોન્ચ થશે. એરટેલનો આ દાવો છે કે તે ઓગસ્ટમાં જ 5G ને રોલઆઉટ કરવાનું શરૂ કરી દેશે અને જિયોના આકાશ અંબાણીની વાતોથી એ પણ અંદાજો લગાવી શકાય છે કે જિયો પણ ઓગસ્ટમાં જ 5G ને લોન્ચ કરી શકે છે. વીઆઇ તરફથી તો કોઇ જાણકારી નથી આવી અને અદાણી 5G ને હાલ ફક્ત પ્રાઇવેટ નેટવર્ક તરીકે લોન્ચ કરી શકે છે. 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version