Published by : Vanshika Gor
કોરિયન મહિલાએ 18વર્ષની મહેનત બાદ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવ્યું…959 લેખિત ટેસ્ટમા નાપાસ… 960મી ટેસ્ટમા પાસ..પ્રયાસ કરતા રહેવાથી સફળતા પ્રાપ્ત થાય જ છે તેથી પ્રયાસો કરવાના બંધ કરવા ન જોઈએ.આ બાબતને સાચી ઠેરવતો કિસ્સો દક્ષિણ કોરિયાથી સામે આવ્યો..
દક્ષિણ કોરિયાની 69 વર્ષીય ચા સા સૂન નામની મહિલાએ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાનો પ્રયાસ એપ્રિલ 2005થી શરૂ કર્યો હતો. જૉકે તેના પ્રયાસો સફળ થતા ન હતા. જૉકે તેણે સતત પ્રયાસો કર્યા લાગલગાટ 959 વખત લેખિત ટેસ્ટ આપ્યા પરંતું સફળતા પ્રાપ્ત ન થઈ આખરે 960મી વાર લેખીત ટેસ્ટ આપી અને તેમા તે સફળ થઈ હતી. અલબત્ત મહિલાને 11 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. શાકભાજી વેચીને જીવન ગુજરાન કરતી આ ગરીબ મહિલાએ એકજ ધ્યેય નક્કી કર્યો હતો કે ગમે તેટલી મહેનત થાય કે નાણાંનો ખર્ચ થાય પરંતુ ડ્રાઇવિંગ લાયસન્સ તો મેળવવું જ છે