Published by : Vanshika Gor
અંબાજી મંદિરમાં મોહનથાળનો મહાપ્રસાદ બંધ કરવાનો મુદ્દો સતત ગાજી રહ્યો છે. આ મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો છે, ત્યારે આજે અંબાજીમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. અંબાજી હિત રક્ષક સમિતિ દ્વારા મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવા માટે બંધના એલાનની જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અંબાજી મંદિરમાં મોહનથાળનો મહાપ્રસાદ ફરીથી શરૂ કરવા માટે અંબાજી હિત રક્ષક સમિતિ લડી લેવાના મૂડમાં છે. અંબાજી હિત રક્ષક સમિતિએ આજે અંબાજી બંધનું એલાન આપ્યું છે. જે અંતર્ગત અંબાજીના તમામ વેપારીઓ પોતાના ધંધા-રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખશે. આવતીકાલે બંધ પાળીને અંબાજીના વેપારીઓ મોહનથાળનો પ્રસાદ બદલવાના નિર્ણયનો વિરોધ નોંધાવશે.