Published By : Parul Patel
મધ્ય પ્રદેશના ભોપાલથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા આવેલા અને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાણીતા સાંચીને હવે નવી ઓળખ મળશે. સાંચી દેશનું પ્રથમ સોલર સિટી બનશે. ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનુ લોકાર્પણ કરશે.
સાંચી સિટી અંગે વધુ વિગતે જોતા સાંચી કર્ક રેખા પર આવેલ હોય તેની પર સૂર્યના સીધા કિરણો પડતા હોય તેને સોલર સિટી તરીકે વિકસાવવામાં આવેલ છે. ગૌતમ બુદ્ધના આ શહેરની વચ્ચે કાચની પેનલો ગોઠવવામાં આવેલ છે. સાથે જ એક બાબત એ પણ નોધપાત્ર બની છે કે કોર્પોરેટ સોશીયલ રીન્સપોન્સબીલીટી એટલે કે સી એસ આર હેઠળ સાંચીનો સોલાર સિટી તરિકે વિકાસ કરવામાં આવ્યો છે. જેમાં સરકારી નાણાંનો ખર્ચ થયો નથી.
સાંચીની હાલ દર વર્ષે 30 લાખ યુનિટ વીજની જરૂરિયાત સામે 56 લાખ યુનિટ સોલર ઉર્જા નું ઉત્પાદન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આવનારા પાંચ વર્ષ દરમિયાન ઉભી થનાર વીજ માંગને ધ્યાનમાં રાખી આ આયોજન કરાયું છે.