Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchપ્રાથમિક શાળાના બાળકોએ પોલીસ મથકની મુલાકાત લીધી...

પ્રાથમિક શાળાના બાળકોએ પોલીસ મથકની મુલાકાત લીધી…

Published By : Parul Patel

ઝનોર ગામની પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળાના બાળકોને પોલીસની કામગીરીને અવગત કરાવવા માટે નબીપુર પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી હતી. નબીપુર પોલીસે બાળકોને સંપૂર્ણ સમજ આપી.

આજનો બાળક આવતી કાલનો નાગરિક છે. તેને સમાજના નીતિ નિયમો અને ભારતના બંધારણના કાયદાઓની સમજ હોવી જોઈએ જે હેતુ થી ભરૂચ તાલુકાના ઝનોર ગામની પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળાના આચાર્યો અને શિક્ષક ગણ દ્વારા તમામ બાળકોને આજરોજ નબીપુર પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી.

જ્યા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ., કે.એમ.ચૉધરી અને હાજર પોલીસ સ્ટાફે બાળકોને પોલીસની કામગીરી અને સમાજમાં પોલીસનું શું મહત્વ છે, પોલીસ સમાજને કઇ રીતે ઉપયોગી થાય છે, પોલીસ કાઈ રીતે ભારતના બંધારણીય કાયદાઓનું પાલન કરાવે છે, પોલીસ કાઈ રીતે ગુનેગારોને ઝડપી સમાજમાં થતી ગુનાખોરીને અટકાવે છે. તે વિશે વિસ્તૃત જાણકારી પ્રદાન કરી હતી. પોલીસ પ્રજાનો મિત્ર છે તે વિશે પણ સમજ આપી હતી. બાળકોને પી.એસ.આઈ. દ્વારા તેમના હદયમા રહેલ પોલીસનો ડર દૂર કરી પોલીસને પોતાનો મિત્ર સમજવો તે વિશે જાણકારી આપી હતી. બાળકોને પોલીસ વિભાગના અલગ અલગ વિભાગો વિશે સમજાવાયું હતું અને કોઈ ગુનેગાર ગુનો કરે તે તેને જેલમાં રાખવામાં આવે છે તેના વિશે પૂરી જાણકારી આપી હતી. પોલીસ દ્વારા વપરાતા હથિયારો અને તેની વિશેષતા વિશે પણ બાળકોને માહિતગાર કરાયા હતા. બાળકોને વિસ્તૃત માહિતી આપવા બદલ બંને શાળાના આચાર્યોએ નબીપુર પોલીસ અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકો આ મુલાકાત થી ઘણા ખુશ જણાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!