- આ આધુનિક અને સ્વચ્છ રસોડાએ સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.
- રસોડાના માઇક્રો મેનેજમેન્ટ થી સૌ કોઇ પ્રભાવિત થઈ રહ્યાં છે..
અમદાવાદમાં ઊજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ઊડીને આંખે વળગે એવી વ્યવસ્થાઓ ગોઠવાઈ છે, જેમાં સૌથી વધુ વખાણ ભોજન માટેના માઇક્રોપ્લાનિંગને લઈને થઈ રહ્યાં છે. પ્રમુખસ્વામીનગરમાં આવતા લોકો પ્રસાદરૂપે ભોજન લઈ શકે એ માટે 60 સંત અને 8 હજાર સ્વયંસેવકો સુચારુ રૂપે વ્યવસ્થા સંભાળી રહ્યા છે. લાખો લોકોના આગમન બાદ પણ મેનુમાં સામેલ ચીજવસ્તુ તરત મળી શકે છે. અને અન્નનો બગાડ ન થાય અને આરોગ્ય જળવાય એ માટે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.