Published by : Rana Kajal
સુરત
આજે વેલેન્ટાઇન ડે છે અને વેલેન્ટાઇન ડે ને પ્રેમીઓનો દિવસ કહેવામાં આવે છે.આજે પ્રેમિકાને પામવા શંકી પ્રેમીની કરતૂત સામે આવી છે. સુરતના કતારગામમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીને પામવા પ્રેમિકા ટુ વ્હીલર પર GPS ટ્રેકર લગાવ્યું. યુવકે યુવતીનો પીછો અને જાસૂસી કરવા GPS ટ્રેકર લગાવવામાં આવ્યુ હતુ. યુવકે યુવતીનો પીછો અને જાસૂસી કરવા GPS ટ્રેકર લગાવવામાં આવ્યુ હતુ. યુવતીએ તેનું ટુ વ્હીલર સર્વિસમાં મૂકતા સમગ્ર હકીકત સામે આવી છે. સમગ્ર બાબતે જાણ થતા યુવતીના પરિવારજનોએ આ સનકી પ્રેમીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સનકી પ્રેમીએ તેમની સાથે પણ મારામારી કરી હતી. હાલ તો યુવતીના પરિવારજનોની ફરિયાદના આધારે કતારગામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.