Published By:-Bhavika Sasiya
તાજેતરમાં પબજીમાં પ્રેમ થતા પોતાના દેશ પાકિસ્તાનને છોડી પોતાના ચાર બાળકો સાથે ભારત આવી ચુકેલી સીમા હૈદર અંગે હવે ડાકુઓ ધમકી આપી રહ્યાં છે . જૉકે સીમા અને સચિને લગ્ન કરી લીધા છે, સીમાના ભારત આવાની અસર ભારતમાં જ નહિ પરંતુ તેના દેશ પાકિસ્તાનમાં પણ જોવા મળી રહી છે.

સીમા હૈદરને હવે પાકિસ્તાન તરફથી ધમકીઓ મળી છે. પાકિસ્તાનના કચ્છના ડાકુએ ભારતને ધમકી આપતા કહ્યું કે, સીમાને જલ્દી પરત મોકલો. પાકિસ્તાની ડાકુએ કહ્યું કે જો 2 દિવસમાં સીમા પરત નહીં આવે તો પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવશે. પાકિસ્તાની ડાકુઓએ જણાવ્યુ છે કે અમે કબીલાના છીએ. અમારી છોકરી પાકિસ્તાનથી દિલ્હી ગઈ છે. ડાકુએ ધમકી આપી હતી કે જો અમારી છોકરી પરત નહીં આવે તો પાકિસ્તાનમાં જ્યાં પણ હિન્દુ મંદિર હશે ત્યાં હુમલો કરવામાં આવશે. તેને સન્માન સાથે પરત મોકલવી જોઈએ.
જ્યારે સીમાએ પાકિસ્તાની ડાકુની ધમકીને લઈને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. સીમા કહે છે કે તેના કારણે કોઈને હેરાન ના કરવા જોઈએ. પાકિસ્તાનમાં હિન્દુઓ પર આ જ રીતે અત્યાચાર થાય છે. હિંદુઓ ત્યાં ખુલ્લેઆમ તેમનો કોઈપણ તહેવાર ઉજવી શકતા નથી. સીમાએ કહ્યું કે તેણે પ્રેમ માટે પોતાની મરજીથી પાકિસ્તાન છોડી દીધું છે અને પાકિસ્તાન પાછી નહીં જાય.