Published by : Vanshika Gor
ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનને યુવતીના સગા સંબંધીઓ સહીત 6 ઈસમોએ માર મારી ધમકી આપતા યુવાનના પરિવારજનોએ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામના દિનેશ ભીખા વસાવા અને તેના પરિવારજનો સહીત સમાજના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અનીલ વસાવાએ ગામમાં રહેતા પુષ્પકસિંહ હિંમતસિંહ રાઠોડની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોવાથી હિંદુ શાસ્ત્ર મુજબ લગ્ન કર્યા છે બંને યુવાન-યુવતી અલગ અલગ જ્ઞાતિના હોવાથી યુવતીના પરિવારજનોને આ પ્રેમ લગ્ન વિરુદ્ધ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આ મામલે ગામના વિશાલ વસાવા ઉપર શંકાના આધારે હુમલો કરી માર માર્યો હોવાથી મનીષ દિલીપસિંહ રાઠોડ,રઘુ ભગવાનસિંહ રાઠોડ સહીત ૬ ઈસમો સામે સી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવા છતાં તેઓ સામે કોઈપણ જાતની કાર્યવાહી નહિ કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે આ મામલે તમામ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.