ગત તારીખ-૨૮મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર તાલુકા ભરણ ગામેથી વિદેશી દારૂની ૧૦ હજારથી વધુ બોટલ મળી કુલ ૧૧.૦૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર મુકેશ અર્જુન વસાવાને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન છેલ્લા ૬ મહિનાથી પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ નાસ્તો ફરતો બુટલેગર પોતાના ઘરે આવનાર છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને કુખ્યાત બુટલેગર મુકેશ વસાવાને ઝડપી પાડી તાલુકા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.