Published By : Disha PJB
પ્લાસ્ટિકની બોટલમાં બિસ્ફિનોલ નામનું ઝેરી રસાયણ, અમેરિકાની ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટડીમાં એવું જણાવાયું છે કે પ્લાસ્ટિકની બોટલમાં બિસ્ફિનોલએ નામનું રસાયણ હોય છે. તેમાં હાનિકારક રસાયણો અને બેક્ટેરિયા પણ હોય છે. આના કારણે ડાયાબિટીસ અને કેન્સર જેવા અનેક ખતરનાક રોગો થઈ શકે છે.
- પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી કઈ કઈ બીમારી થઈ શકે છે :
સ્પર્મ કાઉન્ટ ઓછા થાય છે :
પ્લાસ્ટિકમાં ફૈથલેટ નામનું કેમિકલ હોય છે જે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછા કરી નાખે છે.
કફ અને પેટમાં ગેસ :
પ્લાસ્ટિક બોટલમાં અનેક એવા કેમિકલ હોય છે જે કફ, ગેસ અને આંતરડાની બીમારીઓ પેદા કરી શકે છે.
ડાયાબિટિસ :
પ્લાસ્ટિકની બોટલ આર્સનિક અને ફ્લોરાઈડ રિલિઝ કરે છે જેનાથી ડાયાબિટીસ થાય છે.
મહિલાઓમાં ગર્ભપાતનો ખતરો :
ગર્ભાવસ્થા પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવામાં આવે તો ગર્ભપાત (એબોર્શન)નો ખતરો રહેતો હોય છે. સાથે ફર્ટિલિટીની પણ સમસ્યા પેદા થતી હોય છે.
- કઈ બોટલ હેલ્થ માટે સારી છે ? :
આ પ્રકારની બોટલ તમારી ઈમ્યુનિટીમાં વધારો કરી શકે છે માટે વૈજ્ઞાનિકોએ તેનો ઉપયોગ વધારવાનો આગ્રહ કર્યો છે.
વાંસની બોટલ
કાચની બોટલ
ટેરાકોટા બોટલ
સ્ટેનલેસ સ્ટીલની બોટલ
તાંબાની બોટલ
એલ્યુમિનિયમની બોટલ