Published by : Vanshika Gor
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં ગત 1 એપ્રિલના રોજ બી.કોમ સેમેસ્ટર 6 માં એકાઉન્ટનું પેપર જે પરીક્ષા શરૂ થવાના 18 મિનિટ પહેલા વાયરલ થયું હોય જે અંગેની ઘટસ્ફોટ યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સોસીયલ મીડિયા દ્વારા કરતા વધુ એક પેપર ફૂટવાની આશંકાએ ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાકીદે કમિટીની રચના કરી તપાસના આદેશ આપ્યા છે, અને જરૂર પડે જો આ અંગે કોઈ હકીકત સામે આવશે તો જે તે વ્યક્તિઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
જોકે, પરીક્ષા શરૂ થતાં પહેલાં 3:12 મિનિટે તે પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. જે પેપર વાઇરલ થયું હતું તે પેપર જ પરીક્ષામાં પુછાયું હતું. વાઇરલ પેપરને ક્રોસ ચેક કરતા સેમ પેપર હોવાનું સામે આવ્યું હતું, આથી આ પેપર લીક થયું ગણાય, જેથી જરૂર પડે સરકાર જો કહેશે તો તેઓ આ અંગેના પુરાવા આપશે તેમ કહ્યું હતું. જેને પગલે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તપાસ અંગે 3 સભ્યોની એક કમિટી ની રચના કરવામાં આવી છે. જેમાં 2 EC સભ્ય અને એક કુલ સચિવની સભ્યોની કમિટી દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે.