Home Sports ફિફા વર્લ્ડકપ 2022 : બીજી સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને મોરક્કો વચ્ચે...

ફિફા વર્લ્ડકપ 2022 : બીજી સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને મોરક્કો વચ્ચે ટક્કર

0
  • વર્લ્ડ કપમાં મોરોક્કો એક પણ મેચ હાર્યું નથી

ફિફા વર્લ્ડકપ 2022ની બીજી સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટક્કર મોરક્કો સામે થશે. મોરક્કો એ ટીમ છે જે અત્યારસુધી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. એવામાં સવાલ એ છે કે, શું ફ્રાન્સ આ વિરોધી ટીમને ટક્કર આપશે. ગ્રુપમાં બીજા નંબરની રેન્કિંગવાળી બ્લેજિયમ બાદ યુરોપીય દિગ્ગજ સ્પેન અને પોર્ટુગલને નોકઆઉટ રાઉન્ડમાં હરાવનારી મોરક્કોની ટીમે પોતાના દેશના ફુટબોલ ઈતિહાસમાં એક શાનદાર આધ્યાય લખ્યો છે. વર્લ્ડકપ સેમિફાઈનલમાં સ્થાન બનાવનારી આફ્રિકાની પ્રથમ ટીમ મોરક્કો પર 1912થી 1956 વચ્ચે ફ્રાન્સનું શાસન રહ્યું છે. જેને લઈ આ મેચનો માહોલ પણ અલગ જ અંદાજમાં બન્યો છે.

ફ્રાન્સની પાસે એમબાપ્પે જેવા સ્ટાઈકર છે જે લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવા સ્ટારને પોતાની તાકાત દેખાડવામાં સફળ રહ્યા છે. આ વર્લ્ડકપમાં એમબાપ્પે અત્યાર સુધી સૌથી વધુ 5 ગોલ કરી ગોલ્ડન બુટની દોડમાં સૌથી આગળ છે. સ્પષ્ટ છે કે, મોરક્કોના ડિફેન્સને અત્યારે સૌથી મોટો પડકારનો સામનો કરવો પડશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version