Published by : Rana Kajal
ફિફા વર્લ્ડ કપમાં આજે 3 મેચ રમાશે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ઈરાન વચ્ચે રમાશે. ફિફા વર્લ્ડ કપની બીજી મેચમાં આફ્રિકન કપ ચેમ્પિયન સેનેગલ અને નેધરલેન્ડની ટીમ આમને-સામને થશે. મોડી રાત્રે ત્રીજી મેચ અમેરિકા અને વેલ્સ વચ્ચે રમાશે. ઈંગ્લેન્ડ અને ઈરાન વચ્ચે ફિફા વર્લ્ડ કપની બીજી મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. સેનેગલ અને નેધરલેન્ડની ટીમો રાત્રે 9.30 વાગ્યે મેદાનમાં ઉતરશે, જ્યારે અમેરિકા અને વેલ્સ વચ્ચેની મેચ 12.30 વાગ્યે રમાશે. દિવસની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડનો હાથ ઉપર છે, પરંતુ ઈરાન પાસે કોચ તરીકે કાર્લોસ ક્વિરોઝ છે, જે ટીમને અહીં લાવ્યા છે. દરેકની નજર ઈંગ્લેન્ડના હેરી કેન પર રહેશે.