આજકાલ કોરોના મહામારી બાદ સૌ કોઇ રોગપ્રતિકારક શકિત એટલે કે ઇમ્યુનીટી વધારવા પ્રયાસ કરી રહ્યા છે. તે સાથે સાથે વજન નિયંત્રણમાં રાખવા માટે પણ લોકો સતત પ્રયાસ કરી રહ્યા છે આ ઉપરાંત વાસ્તવિક ઉંમર કરતા ઓછી ઉંમર દેખાય તે માટે પણ લોકો વિચારતા રહે છે આવી પરિસ્થિતીમાં હાલ ફિલ્મી સિતારાઓ અને ક્રિકેટ ખેલાડીઓ બ્લેક વોટરનું સેવન કરતાં જણાઈ રહયા છે. બ્લેક વોટર એટલે કે કાળું પાણી અંગે જાણવા લોકો સતત પ્રયાસ કરી રહ્યા છે ત્યારે મળતી માહિતી મુજબ બ્લેક વોટરમાં સામાન્ય પાણી કરતાં વધુ મિનરલ હોય છે એક અંદાજ મુજબ સામાન્ય પાણી કરતાં બ્લેક વોટર માં 70 કરતાં વધુ મિનરલ હોય છે. સાથે જ કાળા પાણીમાં પાચન શક્તિ વધારવાના અને ઈમ્યુનીટી એટલે કે રોગ પ્રતિકારક વધુ હોય છે બ્લેક વોટરની કિંમત 500 ગ્રામના રૂ 100 જેટલી હોય છે પરંતુ બ્લેક વોટર માટે ચેતવણી સમાન એક બાબત પણ સામે આવી જાય છે તે મુજબ કોઇ પણ વ્યક્તિ જો તબીબની સલાહ વગર બ્લેક વોટરનુ સેવન કરે તો તે જોખમ કારક સાબિત થઈ શકે છે તેનું કારણ માત્ર એ છે કે વધુ પડતા મિનરલ પણ શરીરને નુકસાન પહોંચાડી શકે છે