Published By:-Bhavika Sasiya
- જાણીતા ફિલ્મ એડિટર સંજય વર્મા નુ નિધન થયુ…
બોલીવુડ જગત માટે આંચકાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ‘કહોના પ્યાર હૈ’ માટે ફિલ્મફેર એવોર્ડ જીતનાર ખ્યાતનામ ફિલ્મ એડિટર સંજય વર્માનું નિધન થયું છે. રાકેશ રોશનના પ્રિય સંપાદક અને ખૂન ભરી માંગ, કોઈ મિલ ગયા સહિતની અનેક સુપરહિટ ફિલ્મનું સંપાદન કરનાર સંજય વર્માએ આજે આખરી શ્વાસ લીધો હતો જેથી બોલીવુડ જગત આઘાતમાં સરી પડ્યું છે.હિન્દી સિનેમા જગતના ગગનમાં ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડેલ છે… જેને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સંજય વર્મા એડિટર ઉપરાંત આસિસ્ટન્ટ એડિટર અને સાઉન્ડ ડિઝાઇનર પણ હતા. તેમણે પોતાના કેરિયરમાં ઘણી ફિલ્મોમાં યશસ્વી યોગદાન આપ્યું છે અને કાબિલેદાદ કામગીરી કરી છે. તેમની કરણ અર્જુન ફિલ્મ, 2001માં ‘રહેના હૈ તેરે દિલ મેં’ તથા 2000માં મિશન કાશ્મીર અને 1997માં આવેલી ‘કોણ સચ્ચા કોણ જુઠ્ઠા’ ફિલ્મ તેમની સફળ કારકિર્દીના બોલતા પુરાવારૂપ છે.
સંજય વર્માની કામગીરીની કદર કરી તેઓનું અનેક એવોર્ડ આપી બહુમાન પણ કરવામાં આવ્યું હતું. જેમાં 1996માં ફિલ્મ ફેર એવોર્ડ જીત્યો હતો. આ સિવાય તેમણે 2000માં સ્ક્રીન એવોર્ડ અને 2001 માં આઇફા એવોર્ડ સહિત અનેક એવોર્ડ પોતાને નામ કર્યા છે.