Published by : Rana Kajal
રુસ-યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કરી હતી, હવે તેના પર ફિલ્મ બની રહી છે. આ ફિલ્મનું નામ ‘ઓપરેશન AMG’ રાખવામાં આવ્યું છે અને તે આવતા વર્ષે ગણતંત્ર દિવસ પર રિલીઝ થશે. ‘ઓપરેશન AMG’નું નિર્દેશન ધ્રુવ લાથેર કરી રહ્યા છે, જેમણે ફિલ્મ ‘મારીચ’ બનાવી છે. ફિલ્મનું પોસ્ટર પણ સામે આવ્યું છે. વિમાનો, યુદ્ધની તસવીરો અને હુમલામાં નાશ પામેલી ઇમારતો પોસ્ટરમાં દેખાઈ રહી છે. આ સિવાય પોસ્ટરમાં એક તસવીર પણ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાછળથી દેખાઈ રહ્યા છે. પોસ્ટરમાં તેનો ચહેરો દેખાડવામાં આવ્યો નથી. પોસ્ટરમાં લખ્યું છે કે, “ભારત તમને સ્વદેશ પરત લાવવા માટે આવી રહ્યું છે.”
યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું મિશન તે ઓપરેશન ગંગા છે. રશિયન હુમલાને કારણે યુક્રેનિયન એરસ્પેસ બંધ કરી દેવામાં આવતા ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. ત્યારે ડોશી દેશો પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયાની ફ્લાઈટ્સ ભારત આવી રહી છે. ભારતીય નાગરિકોને બુકારેસ્ટ અને બુડાપેસ્ટ થઈને લાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ સહિત લગભગ 20,000 ભારતીયો યુક્રેનમાં ફસાયા હતા. ત્યારે એર ઈન્ડિયાની ત્રણ ફ્લાઈટ દ્વારા યુક્રેનથી 900થી વધુ ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યા હતા. આ ઘટના પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે.