Home News Update Entertainment ફિલ્મ : ડેડપુલ એન્ડ વોલ્વેરીન. हम दो, तुम चार मील के, उस...

ફિલ્મ : ડેડપુલ એન્ડ વોલ્વેરીન. हम दो, तुम चार मील के, उस गंजी के शीप पर मचायेंगे हाहाकार ।

0

બીજી મા સિનેમા : ઋષિ દવે

Published By : Aarti Machhi

R K Cinema blue chip ભરૂચમાં Dolby ATMOSમાં હોલીવુડનું મુવી ડેડપુલ એન્ડ વોલ્વેરીન જોયું. ટાઈમ વેરિયન્સ ઓથોરિટી (TVA) વેડને પકડીને મિસ્ટર પેરાડોક્સને સુપરત કરે છે. મિશન અર્થ 616માં જોડાવાની લોભામણી ઓફર આપે છે.

ફિલ્મનો પ્રારંભ જબરજસ્ત છે. હાડપીંજર (skeleton) 206 હાડકાનું તેના તીક્ષણ વેપન બનાવી સેંકડો બખતરધારીઓનો સર્વનાશ કરતો દેખાડયો છે. હાડપિંજરની ખોપરીને તોડીને ફૂટબોલને કીક મારીએ એ રીતે ધારેલા ટાર્ગેટ ઉપર મારીને હુમલાખોરના ભુક્કા બોલાવી દે છે. ફિલ્મના દિગ્દર્શક શોન લેવી છે. રયાન રેનોલ્ડ્સ ડેડપુલ છે. હયુ જેકમેન લોગન અભિનય કરે છે. માર્વેલ સિનેમેટિકની આ 34મી ફિલ્મ છે. ડેડપુલ (2016) અને ડેડપુલ (2018)ની સિક્વલ છે.

મારે હવે એવેન્જર્સ બનવું છે. મારી ગર્લફ્રેન્ડ મારી બાલીસ હરકતોથી તંગ આવી ગઈ છે. હું હવે સર્કસનો બંદર બની રહેવા માંગતો નથી. લોકોને મારી જરૂરત છે હું મેદાને પડીશ, જીવ સટોસટના કારનામાં કરીશ. ફિલ્મમાં સમય રેખાની પાર નીકળી જવું, પાછા ફરવું, સમયરેખા સાથે જોડાવું, આ કાલ્પનિક કથાને ડિજિટલી સુપર્બ રીતે દર્શાવી છે. આધિપત્ય ભોગવવા ખૂંખારોને ઘુટણીએ પાડી બંદી બનાવી એવા તાર, દોરડા અને મહાકાય પિંજરામાં પૂરી દેવા, ભૂખ્યાં, તરસ્યાં રાખવા કે એ ગુલામીમાં સડવા મજબૂર બને એવા દ્રશ્યોનું સચોટ નિર્દેશન કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં બે યોધ્ધા સ્પેશિયલ ડ્રેસ ધારણ કરી entry મારે છે અને તબાહી બોલાવે છે. ધ્રુવ શક્તિ ખતમ કરનારાને પડકારે છે. માત્ર 72 કલાકમાં દુનિયા ખતમ થતી બચાવે છે. હિન્દીમાં ડબ થયેલા સંવાદ દર્શકોને ખડખડાટ હસાવે છે.

  • जुनियर आर्टिस्ट हो के हीरो के डायलॉग मारता है |  
  • लोगन, देढ़ फीटिया तू, और में छह फीट का क्या बिगाड़ लेगा ।
  • कितना पियेगा, पिछले जन्म में प्यासी आत्मा थी क्या ? या ऊंट था कि पूरी बोतल एक ही सांस में पी गया ?
  • अब मैं तुम दोनों को फेंक दूंगी यूनिवर्सल डस्टबिन में |  
  • हमारा दर्द हमारी पहचान है |  
  • मैं यहां राज करती हूं | मैं जब भी चाहूं तुम्हारे शरीर के कोई भी पार्ट में मेरी उंगली डाल कर तुम्हें तडपा सकती हूं |  
  • तू सबसे बड़ा मजाक है, तेरी जिंदगी बेल जैसी है, बड़ा नौटंकी बाज है |  
  • इतना समझ ले मेरी जिंदगी 200 वर्ष पहले की है, मैं कभी मर ही नहीं सकता |

જે Motor carમાં છ યૌધ્ધા મિશન પાર પાડે છે તેનું નામ वसुधैव कुटुमकम છે. એક કેરેક્ટર ગજબનું છે. હાથમાં 52 પત્તા રાખે એને એવી રીતે રમાડે કે એમાંથી અગ્નિ (fire) પેદા થાય અને દૂર સુધી ફેંકી ભસ્મીભૂત કરી નાખે.

तुम्हारे पास दो ही रास्ते हैं, या तो मरो, या मेरे गुलाम बन जाओ |

ભયંકર ચીતરી ચડે એવા દ્રશ્યોમાં કપાળમાં પહેલી આંગળી ઘુસાડી દે, પછી આંખ, નાકના કાણા, કાનમાંથી આંગળી બહાર કાઢી, ગાલ,  કપાળમાં ફરતી દેખાય આ કરનારી ફિલ્મની ખલનાયિકા ટકલુ, ઝેરીલી નાગણ દૂરથી બે ગજના નમસ્કાર આવી ડાકણને.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version