Published by : Vanshika Gor
શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ‘ ભારતીય બોક્સ ઓફિસ પર સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. ફિલ્મ ‘પઠાણ’એ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘બાહુબલી 2’ના હિન્દી વર્ઝનનો રેકોર્ડ તોડી દીધો છે. હવે આ મામલે ‘બાહુબલી 2’ના મેકર્સનું રિએક્શન સામે આવ્યું છે.
ફિલ્મ ‘બાહુબલી-2’ના કો-પ્રોડ્યૂસર શોબુ યરલાગડ્ડાએ ફિલ્મ પઠાણની ટીમને શુભકામનાઓ આપતા કહ્યું હતું કે, ‘અમને એ વાતની ખુશી છે કે ‘બાહુબલી: ધ કન્ક્લુઝન’નો રેકોર્ડ તોડનાર બીજું કોઇ નહિ પરંતુ સુપરસ્ટાર શાહરૂખ ખાન છે.’ શોબુ યરલાગડ્ડાએ શાહરૂખ ખાન અને સિદ્ધાર્થ આનંદને વિશ કરતા લખ્યું હતું કે, ‘અભિનંદન શાહરૂખ ખાન સર અને સિદ્ધાર્થ આનંદ અને પઠાણની તેમની સંપૂર્ણ ટીમને બાહુબલી-2નો રેકોર્ડ તોડવા માટે શુભકામનાઓ. રેકોર્ડ તોડવા માટે જ બને છે, પરંતુ મને તો આ વાતની ખુશી છે કે કોઇ બીજાએ નહિ પરંતુ શાહરૂખ ખાન સરે કર્યો.
શોબુના ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા યશ રાજ ફિલ્મસે લખ્યું હતું કે, ‘આ જોવાથી વધુ દિલચસ્પ બીજું કશું પણ નથી કે કેવી રીતે ભારતીય સિનેમા લગાતાર આગળ વધી રહી છે. આભાર શોબુ અમને એસ.એસ.રાજામૌલીના નિર્દેશનમાં બાહુબલી-2 જેવી લેન્ડમાર્ક આપવા માટે. આને અમને વધુ મહેનત કરવા માટે ઇન્સ્પાયર કર્યો છે.’ ફિલ્મ પઠાણ અત્યાર સુધીમાં 1000 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે.