બીજી મા સિનેમા : ઋષિ દવે
Published By : Aarti Machhi
ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક ‘મેદાન’ તારીખ 12મી એપ્રિલે રજૂ થઇ. અજય દેવગન રહીમના પાત્રમાં પરકાયા પ્રવેશ કરે અને જોશ, ઝનૂન, હિંમતથી છલોછલ ખેલાડી ફૂટબોલના પ્લેયરોને જીતવા માટે તૈયાર કરે એનો આબેહૂબ ચિતાર જોવા ‘મેદાન’ ફિલ્મ જોવી પડે.
1950-60 ના દાયકાનું કલકત્તા સ્ક્રીન પર બતાવવા માટે અસલ ફૂટેજનો ઉપયોગ એકેએક દ્રશ્યને જીવંત અને વિશ્વસનીય બનાવે છે. પુરા ત્રણ કલાકની ફિલ્મ. એક કલાક પછી મધ્યાંતર. એ પછીના બે કલાકમાં ઉત્તેજનાનું ઘોળાપુર ધસમસતું આવે. દર્શકો ફિલ્મની વાર્તા, દ્રશ્યો સાથે ઓતપ્રોત થઈ જાય છે. મધ્યાંતરમાં પોપકોર્ન લીધા હોય તે એવાને એવા ખોળામાં પડ્યા રહે.
ફૂટબોલ પ્લેયરોએ તનતોડ મહેનત કરીને ફૂટબોલના એ ટુ ઝેડ પાસા લોહીમાં વણ્યા છે. અજય દેવગનનો અભિનય સાહસીક, કંટ્રોલ્ડ કાબિલે દાદ છે.
સંગીતકાર એ.આર.રહેમાન છે. ગીત જાને દો અને મિર્ઝા વાનગીમાં નમક પ્રમાણસર હોય એ રીતે ફિલ્મમાં પ્રાણ પૂરતા જાય છે. જાવેદ અખ્તર ગીતકાર છે. બાલા સુબ્રહ્મણીયમે ગીત ગાયા છે.
धूम्रपान और शराब सेवन जिंदगी के हानिकारक है। એવું સ્ક્રીન પર ઝીણા અક્ષરે લખાતું જાય ત્યારે રહીમ (અજય દેવગન)ની સિગારેટ પીવાની સ્ટાઇલ ધ્યાનાકર્ષક છે. ‘મેદાન’ની સ્ટોરી આકાશ ચાવલાએ લખી અને સેનગુપ્તાએ એને સાથ આપ્યો. સંવાદ સિદ્ધાંત માંગો અને રીતેશ શાહે અસરકારક લખ્યા છે કે દર્શકોના દિલ અને દિમાગને તરબતર કરી દે છે. લાજવાબ સ્ક્રીન પ્લે માટે સાંવીન કવાદ્રાસ, અતુલ સાહી અને અમન રાજનીને 100 ટકા ક્રેડિટ આપવી જ પડે. રોય ચૌધરી (ગજરાજ રાવ) ફિલ્મ ‘મેદાન’માં વિલનની ભૂમિકામાં છે.
‘મેદાન’ એક એવી ફિલ્મ છે જે થિયેટરને સ્ટેડિયમ બનાવી દે છે. સપરિવાર જોવા જરૂર જજો. સો ટકા એનર્જેટિક બનવાની ગેરંટી.
1952 : સમર ઓલમ્પિકમાં ઈન્ડિયાની બુરી રીતે હાર કારણ કે ફૂટબોલની ટીમના ખેલાડી પાસે બુટ ન હતા, પગમાં પાટા બાંધીને રમતા તેથી લોહી લુહાણ થતા.
રહીમ (અજય દેવગન) પુત્ર હકીમ જે ફૂટબોલ પ્લેયર બનવા માંગે, ત્યારે એની મમ્મી સાયરા (પ્રિયમની) એન્જિનિયર બનાવવા માંગે.
ફૂટબોલની મેચના વર્ષો :
1952 સમર ઓલમ્પિક
1956 મેલબોર્ન ઓલમ્પિક
1960 રોમ ઓલમ્પિક : જેમાં ઇન્ડિયાનો પરાજય થાય ત્યારે આખું સ્ટેડિયમ Well Played India કહી એને ખેલદિલીપૂર્વક જીતનાર ટીમને ઇન્ડિયાની ટીમે ટક્કર આપી એ દ્રશ્યો દર્શકોને તાળી પાળવા મજબૂર કરે છે.
1962 જાકાર્તા ઓલમ્પિક : જેમાં ઇન્ડિયા હારે તો કોચ એસ.એ.રહીમ ક્યારેય ફૂટબોલના કોચ તરીકે રહેશે નહીં એવી જાહેરાત ફૂટબોલ એસોસિયેશનની મિટિંગમાં કરે છે.
ફિલ્મ ‘મેદાન’ના સંવાદ પર એક નજર :
- हम कब तक बंगाल और हैदराबाद पर अटके रहेंगे। पूरे देश के बारे में सोचिये । इंडिया के सभी राज्यों में से चुन चुन कर खिलाड़ियों को इकठ्ठा कर के टीम इंडिया बनानी चाहिए ।
- पूरी दुनिया में फुटबॉल खेली जाती है इस खेल में अगर इंडिया गोल्ड मेडल जीतेगा तो पूरे विश्व में हमारी पहचान बनेगी ।
- Here is your tea
- ताकत लगती है, अब विनिंग टीम के लिए ताकत लगानी है।
- एक बार किक में एक ही गोल होता है, तुम दो करने की कोशिश करते हो अपनी गलती सुधारो ।
- आजकल उल्टा कुर्ता पहनने का रीवाज है।
- मि. रोय ऐसे Man है जो एक गवर्नमेंट को Make and Break दोनों कर सकते हैं ।
- जो आपके समझ में ना आए उसके बारे में बात नहीं करनी चाहिए ।
- Don’t criticize if you don’t know it.
- आप देश के कोने-कोने में घूम कर फुटबॉल प्लेयर ढूंढ के लाते हो, एक बार घर के कोने में जाकर अपनी जिंदगी के फैसले लीजिए ।
- आपको आपकी बीमारी ने हरा दिया नहीं है बल्कि आपसे तुम्हारा काम छीन लिया गया उसी वजह से आप हारे हुए अपने मौत का इंतजार करते हैं । अगर मरना ही है तो शान से मौत को गले लगाइए ।
- कोच एच. ऐ रहीम इंडिया फुटबॉल टीम के किसी भी प्लेयर के साथ गलत नहीं कर सकेगा ।
- एक सबसे छोटा है जब विजई बनता है तो सबसे बड़ा होता है । मैदान में तुम ग्यारह एक होकर खेलोगे तो दुनिया की कोई ताकत इंडिया की टीम को हरा नहीं सकती।
નિર્દેશક અમિત શર્માને સો સો સલામ. વાતાનુકુલિત પુશબેકે ચેરમાં બેઠેલો દર્શક શ્વાસ અધ્ધર રાખીને આંખના ખૂણા ભીના ન થાય એની ગમે તેટલી કાળજી રાખે તો પણ નિષ્ફળ જાય અને સ્ક્રીન પરનો ભારતીય ખેલાડી ટીમ સ્પિરિટ સાથે સફળ થાય એ જ તો ‘મેદાન’ ફિલ્મની બેખૂબી છે.