Wednesday, July 23, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainmentફિલ્મ 'TWISTERS' થિયેટરમાં બેસીને ફીલ કરો...ટોરનેડો આવે ત્યારે શું થાય ?

ફિલ્મ ‘TWISTERS’ થિયેટરમાં બેસીને ફીલ કરો…ટોરનેડો આવે ત્યારે શું થાય ?

બીજી મા સિનેમા : ઋષિ દવે

Published By : Aarti Machhi

ભરૂચના RK Cinema Blue chipમાં હોલીવુડ મુવી TWISTERS જોયું. ફિલ્મ જોવાની અલગ જ મજા પડી કારણ Dolby ATMOS effectની સાઉન્ડ ટેકનોલોજીથી upgrade થયેલું RK Cinema Blue chip અને તેમાં અંગ્રેજી ફિલ્મ હિન્દીમાં ડબ થયેલી TWISTERS, દર્શકોને પુશબેક શીટમાં ટટ્ટાર બેસાડે, પોપકોર્ન કે કોલ્ડ ડ્રીંક કે કોફી પીવાનું ભુલાવી દે. અકલ્પીય વાવાઝોડાના ઉદગમ સ્થાનમાં લઈ જાય, ચકરાવે ચઢાવે, તમારા વાહનની ગતિને અવરોધીને ફંગોળે, એક, બે નહિ પાંચ દસ ગુલાંટ ખાઈ જાવ, એકાએક પિન ડ્રોપ સાયલન્ટ, ભર વરસાદમાં પરસેવે રેબઝેબ, ધીરે ધીરે આપના માથા, કાન ગળા અને પગમાંથી લોહી વહેતું જુઓ અસહ્ય દુખાવો થાય પણ ડર, ડર કે આગે જીત હે સૂત્ર તમને ટોરનેડો ફાઈટર બનાવી દે.

કીટ ખેતરમાં કેમેરામાં ફોટા પાડે અને જુએ ટોરનેડો આવી રહ્યું છે, એના સાથીદારોને જબરજસ્તીથી ઊંઘતા ઉઠાડે ને કામે લગાડે, બે સફેદ ગાડી અને એક ટ્રેલર જેમાં ટોરનેડોની પ્રચંડ શકિતને ધ્વંસ કરવાના કેમિકલ્સ, ટીમના સભ્યો આ મશીન માટેના સ્ટાર્ટ ટુ ફિનિશ રેકોર્ડ ડેટા તૈયાર કરવાના, સેવ કરવાના એક્સપર્ટ, ટોરનેડો ત્રાટકે, બધા અંદર, બહાર નીકળે ટ્રેલર આડુ પડી જાય, એને સીધું કરે, ગાડીની દિશા ફંગોળાય, આખરે બે જણા બચી જાય. ત્યારે એકમેકને પ્રશ્ન કરે આપણે બે જ બચી ગયા?  કીટ ટોરનેડો પાછળ જવાનું છોડી દે, ન્યૂયોર્ક ચાલી જાય, એનો મિત્ર એને શોધે અને ઓકોલોપમાં ટોરનેડો આવશે, એક સપ્તાહ માટે મારા સાથીદારો સાથે તું પણ ચાલ, તને ટોરનેડોની દિશા વિશે ઇન્ટયૂશન આવે છે. કીટ જોડાય છે. આ સાથે Ram Lion નામથી બીજી ટીમ એમની પાછળ પડે છે, અવરોધે છે, મજાક મસ્તી કરે છે અને તેઓનું કામ છે ‘ટોરનેડો ફાઈટર’ તરીકે દુનિયામાં નામ કમાવાનું, એમની પબ્લીસીટી માટે ટીશર્ટ જર્સી બધું જ એ લોકોને વેચે છે, જે બિલ્ડીંગ બનતા હોય તેના બિલ્ડરોને ટોરનેડો આવે તો કેટલી ઝડપથી ક્ષમતાથી આવે કે જેથી બિલ્ડીંગનું બાંધકામ કેટલું મજબૂત હોવું જોઈએ એના લેપટોપમાં ડેટા,ફિલ્મ બતાવી પૈસા કમાય છે જેમાં પેન નામના રિપોર્ટર છે જે બીકણ છે, કોમેડી કરતો રહે છે.

ટોરનેડો ત્રાટકે ત્યારે સેંકડો પવનચક્કીની પાંખ તૂટે, આખે આખી પવનચક્કી રસ્તા પર પડે વાહનના કચ્ચરઘાણ કરે એવા વખતે કીટની ટીમ STORM PAR ખાસ પ્રકારના ચશ્મા પહેરીને વંટોળમાં પ્રવેશે, કીટના સાથે હંમેશા એને પૂછતા રહે तुमने तूफान को पहचा नना कहां से शीख़ा? यह आधा सायन्स है, आधा कुदरत का करिश्मा है | કીટ એમ કહે. બુલ ફાઈટના દ્રશ્યો લાજવાબ છે. સેંકડો પ્રેક્ષકો ઘોડેસવાર, બુલને મેદાનમાં દોડે એને માત કરે, બુલ ઘોડેસવારને શીંગડે ભેરવી મેદાનમાં ધસડે, આવે વખતે ટોરનેડો ત્રાટકે અને જે ધમાચકડી થાય રૂંવાટા ખડા થઈ જાય. આખા ગામમાં વિનાશ થાય. ત્યારે એક સંવાદ છે. टोरनेडो आने वाला है, यह गाय भैंस और पक्षी सबसे पहले महसूस करते हैं ! સૌથી અગત્ય ટોરનેડો આવશે એની જાણ વિજ્ઞાન કરી શકે છે પણ એ આવ્યા પછી કેટલું નુકસાન કરશે એનું અનુમાન આજ સુધી કોઈ લગાવી શક્યું નથી. ટોરનેડો સમી જાય પછી જ કેટલી જાનહાનિ, માલમિલકતને નુકસાન થયું એનો સર્વે થઈ શકે. કીટ ટોરનેડામાં જઈને એની પાસેના કેમિકલ્સ છોડીને એની ગતિ અવરોધે છે, એની ગાડી ચાર પાંચ ગુલાટી થાય છે છેલ્લે એ બહાર નીકળતી દેખાય છે.

શબ્દોમાં બયાન કરવાની મારી ક્ષમતા અહીં પૂરી થાય છે, વિશ્વાસપૂર્વક કહું છું ચોક્કસ TWISTERS જુઓ. RK cinema Blue chipમાં Dol by ATMOS effectમાં…ટોરનેડો ફાઇટર બનવાનો મોકો. ઝડપથી ઝડપી લો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!