Published By : Patel Shital
- ફુગાવો અને વ્યાજ દરમાં વધારા પગલે વિકાસ દર મંદ પડ્યો…
આર્થિક વર્ષ માર્ચ 2023 માં પુર્ણ થશે તે પહેલાં દેશનો GDP રેટ ગગડી 4.4 % થઈ ગયો છે ઓક્ટોબર થી ડિસેમ્બર 22 કે જે Q3 થી ઓળખાય છે. આ સમય ગાળામાં GDP ગ્રોથ ઘટીને 4.4 % નોંધાયો હતો. ભારતનો GDP ગ્રોથ રેટ ઘટી રહયો છે. 2022ના જુલાઈ થી સપ્ટેમ્બર સુધીના સમય દરમિયાન GDP ગ્રોથ 6.3 % નોંધાયો હતો. GDP એટલે કે Gross Domestic Product નો વિકાસ દર ઘટવા પાછળના મહત્વના કારણોમાં મોંઘવારી ઘટાડવા માટે RBI દ્વારા વધારવામાં આવેલ વ્યાજ દર તેમજ નિકાસ તેમજ વપરાશી ચીજોની માંગમાં થયેલ ઘટાડો હોવાનું જણાયું છે.