ફૂટબોલ વિશ્વની સૌથી ઝડપી રમત છે. આ રમત જેટલી રોમાંચક છે એટલી જ તે અકસ્માતોની સાક્ષી પણ બને છે. ઘણીવાર ફૂટબોલ મેચ દરમિયાન કોઈને કોઈ ઘટનાને લઈને હોબાળો થાય છે. તાજેતરમાં ઈન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન જે બન્યું તે આ રમતના પાનામાં એક અંધકારમય પ્રકરણની જેમ નોંધાઈ ગયું. ભારતની ધરતી પર પણ ફૂટબોલ મેચ રમાઈ હતી. જેમાં આ રમતના 2 સમર્થકો માટે મૃત્યુ આકાશમાંથી ટપકતું જોવા મળ્યું હતું.
ફુટબોલનો આ મુકાબલો 9 ઓક્ટોબરના રોજ રમાયો હતો. એક સ્થાનિક મેચ હતી. જે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના 350 કિલોમીટર દુર સુંદરગઢ જિલ્લાના નુઆગાંવ બ્લોકના બનેઈલાટામાં રમાઈ રહી હતી .આ ટક્કર દરમિયાન એવી ઘટના સર્જાય તેના સૌ કોઈ ડરી ગયા છે. આ સ્થાનિક મેચમાં આકાશમાંથી વીજળી પડવાની ઘટના બની છે જેનાથી 2 લોકોના મોત થયા છે અને 21 લોકો દાજી ગયા છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અક્સ્માતમાં અનેક ચાહકો પણ ઘાયલ થયા છે. જેમાં 2 લોકોના મોત થયા છે. જેમાંથી એક ફુટબોલ રમત રમી રહ્યો હતો.