- 2 ટીમને મોરોક્કોએ હરાવ્યું, ચાહકોએ અનેક વાહનો ફુંકી માર્યા, તોડફોડ કરી…
કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં મોરોક્કો સામે 2-0થી હાર્યા બાદ બેલ્જિયમમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. રાજધાની બ્રસેલ્સમાં ચાહકોએ તોડફોડ કરી અને વાહનોને સળગાવી દીધા હતા. રોષે ભરાયેલા ચાહકોને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો. એક પોલીસકર્મીએ જણાવ્યું કે 12 લોકોની અટકાયત કરવામાં આવી છે. કેટલાક લોકો હાથમાં લાકડીઓ લઈને તોડફોડ કરી રહ્યા હતા. કેટલાક વિરોધીઓએ કાર અને કેટલાક ઇલેક્ટ્રિક સ્કૂટરને આગ લગાવી દીધી હતી. ઘણી જગ્યાએ તોફાનો થયા છે.

વિશ્વની નંબર 2 ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી
રવિવારે રમાયેલી મેચમાં વિશ્વની નંબર બે ટીમ બેલ્જિયમ એક પણ ગોલ કરી શકી ન હતી. તેને 22માં નંબરની ટીમ મોરોક્કોએ 2-0થી હરાવ્યું હતું. મેચ સબ્સ્ટિટ્યુશનમાં આવેલા ખેલાડીઓના નામે રહી. 69મી મિનિટે પિચ પર આવેલા અબ્દેલહામિદ સાબિરીએ 73મી મિનિટે ગોલ કર્યો હતો. જ્યારે, 73મી મિનિટે આવેલા ઝકરિયા અબુબખલે સ્ટોપેજ ટાઈમમાં ગોલ કર્યો હતો. બેલ્જિયમ ગોલનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યું હતું.નોકઆઉટની આશા હજુ છે.આ હાર બાદ પણ બેલ્જિયમની નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશવાની આશાઓ બરકરાર છે. ટીમ એક જીત અને એક હાર બાદ ગ્રુપ એફમાં બીજા સ્થાને છે. તેના ખાતામાં ત્રણ પોઈન્ટ છે. આવી સ્થિતિમાં તેની પાસે છેલ્લી મેચ જીતીને નોકઆઉટ રાઉન્ડમાં જવાની તક છે. ટીમની છેલ્લી મેચ 1 ડિસેમ્બરે ક્રોએશિયા સામે થશે.