Published by : Rana Kajal
વડોદરા શહેર અને કલાનગરી તથા સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. આ કલા નગરીની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ખાસ મહિલાઓ માટે આયોજન કરવામાં આવ્યું. જેમાં સૌપ્રથમ વખત યુનિવર્સિટીની તમામ ડીન મહિલાઓ એક સાથે ઉપસ્થિત રહ્યા.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની 40 વિદ્યાર્થીનીઓ દ્વારા ગાયન, વાદન અને નૃત્ય પ્રદર્શિત કરવામાં આવ્યું. જેમકે, સિતાર વાદન, વાયોલિન વાદન, તબલા વાદન, અર્જુન કૃતકલી સ્તુતિ, દ્રૌપદી ચીર હરણ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં ખાસ વડોદરા શહેરના રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ સહિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓના મહિલા ડીન ઉપસ્થિત રહ્યા.

ખાસ કરીને મહિલા દિનની ઉજવણીમાં ફક્ત મહિલાઓ દ્વારા જ કલાની પ્રસ્તુતિ કરવામાં આવી. વિવિધ પ્રકારના વાજિંત્રો મહિલાઓ દ્વારા વગાડવામાં આવ્યા. તદુપરાંત મહાભારતમાં દ્રૌપદી ચીર હરણને પણ મહિલાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું. જેમાં કૃષ્ણ, શકુની મામા, દુર્યોધન સહિતના વિવિધ પાત્રોને ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની વિદ્યાર્થીનીઓએ બખૂબી રીતે પ્રસ્તુત કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા.