Published By : Patel Shital
- એર ઇન્ડિયાની ફલાઇટમાં એક વ્યક્તિ પત્નીનું ગળું દબાવવા માંડ્યા…
આજકાલ ફલાઇટમાં વિચિત્ર બનાવોના કિસ્સા વધવા માંડ્યા છે. હાલમાં જ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક વ્યકિતએ તેની પત્નીનું અચાનક ગળું દબાવતા ફલાઇટમાં અફરાતફરીનું વાતાવરણ ફેલાઇ ગયું હતું.
એર ઇન્ડિયાની ફ્લાઇટ ન્યુયોર્ક થી મુંબઈ આવી રહી હતી. તેમાં એક મુસાફરને અચાનક “પેનિક એટેક” આવ્યો હતો. આવા એટેકના પગલે મુસાફરે તાત્કાલિક ફ્લાઇટ નીચે ઉતારવા માંગ કરી હતી અને તે બૂમબરાડા પાડવા માંડ્યો હતો. વિમાનના કર્મચારીઓ અને મુસાફરની પત્નીએ તેને સમજાવવાનો પ્રયાસ કરતાં મુસાફરે પત્નીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. તેથી ફ્લાઇટમાં હાજર એક તબીબની મદદથી પેનિક એટેક પીડિત મુસાફરને ઇન્જેક્શન આપી મૂર્છિત કરી દેવાતા આખરે વાતાવરણ શાંત પડ્યું હતું.