Published by : Rana Kajal
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ દિગ્વિજય સિંહે મધ્ય પ્રદેશના જબલપુર ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે બજરંગ દળ ગુંડાઓની જમાત છે, હિન્દુત્વ કોઇ ધર્મ નથી તેમજ સનાતન ધર્મ જ સાચો ધર્મ છે એમ પણ સાંસદે જણાવ્યું હતુ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કર્ણાટકમાં બજરંગ દળના કર્યોકરોની સરખામણી બજરંગ બલી સાથે કરવામાં આવી તે યોગ્ય બાબત નથી. કર્ણાટકના લોકોએ આ બાબતનો જવાબ આપી દિધો છે. અને આજ કારણોસર ભાજપની કર્ણાટકમાં ચૂંટણીમાં કારમી હાર થઈ હતી. કર્ણાટકમાં બજરંગ દળ સામે પગલા ભરવામાં આવશે કે કેમ તે અંગે સાંસદે જણાવ્યું હતુ કે કાયદાની જોગવાઇ અનુસાર નફરત ફેલાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.