- ભારતમાં નકલી દવાઓના વેચાણ અંગેનો પર્દાફાશ કરાયો
ભારતમાં સેન્ટ્રલ ડ્રગ એજન્સી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરમ્યાન બનાવટી દવાઓ મોન્ટેર-10 ટેબ્લેટની 2.89 લાખની ગોળીઓ(અસ્થમાંને રોકવા માટે વપરાય) જપ્ત કરવામાં આવી હતી. આ સિવાય 1.90 લાખ ગોળીઓ ઝીરોડોલ TS4 ની છે. જેનો ઉપયોગ સ્નાયુઓની સારવારમાં થાય છે. 32,500 ગોળીઓ એટોર્વા-10 ની છે અને 1.63 લાખ ટેલ્બેટ રોઝડે-10 ની છે. આ બંને કોલેસ્ટ્રોલ માટે આપવામાં આવે છે. ઉપરાંત બાયોડી-3 પ્લસની 1300 થી વધુ કેપ્સ્યુલ્સ પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે. જે વિટામિન ડી પૂરક છે.
દેશમાં નામાંકિત કંપનીઓના બ્રાન્ડ નેમ હેઠળ બનાવવામાં આવતી નકલી દવાઓના રેકેટના પર્દાફાશ થયો છે. સેન્ટ્રલ ડ્રગ એજન્સીએ આ અંગે દેશભરના ડ્રગ લાયસન્સવાળાઓને એલર્ટ કરી દીધા છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા વીજી સોમાની દ્વારા હિમાચલના ડ્રગ કંટ્રોલર નવનીત મારવાહ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. 22 અને 24 નવેમ્બરની વચ્ચે, ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને બદ્દી સ્થિત ત્રિજલ ફોમ્ર્યુંલેશનના એક કાર, બે ગોડાઈન અને અનઅધિકૃત ઉત્પાદન એકમમાંથી આ નકલી દવાઓ રિકવર કરી છે.
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે જપ્ત કરેલી દવાઓમાં મોન્ટેર, એટોર્વા, રોઝડે, ઝીરોડોલ, ટીએચ24, ડાયટોર, ડિલજેમ એસઆર, યુવિસ્પાસ અનો બાયોડી3 કેપ્સ્યુલ્સ છે. જે કંપનીઓના નામે નકલી દવાઓ બને છે તેમના નામ સિપ્લા, ઝાયડસ કેડિલા, યુએસવી પ્રાઈવેટ લિમિટેડ અને આઈપીસીએ છે. અને આ નકલી દવાઓની કુલ કિંમત એક કરોડથી વધુ હોવાનું કહેવાય છે.
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના વીજી સોમાનીએ આ અંગે જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે. નકલી દવાઓ બજારમાં હોઈ શકે છે જે નકલી દવાઓને જથ્થો ઝડપાયો છે એવી આશંકા છે કે તેમાંથી મોટી સંખ્યામાં બજારમાં હાજર છે.