Published By : Patel Shital
- એક પણ શબ્દની ચર્ચા વગર આખું બજેટ વિધાનસભામાં પસાર થઇ ગયું…
- કેવું કહેવાય…?
ગુજરાત વિધાનસભામાં જાત જાતની ઘટનાઓ બની રહી છે અને સાથે જ આશ્ચર્યો પણ સર્જાઈ રહ્યાં છે. તે સાથે એક અનોખી ધટના એ બની કે એક પણ શબ્દની ચર્ચા વગર વિધાનસભામાં બજેટ ફટાફટ પસાર થઇ ગયું.
સમાન્ય રીતે બજેટ અંગેની ચર્ચા હોય તો વિધાનસભા ગૃહમાં કોલાહલ હોય. ટપાટપી થાય. વોક આઉટ પણ થાય. આ બધુ થાય પરંતું ન થતા બજેટ એક પણ શબ્દની ચર્ચા વગર પસાર થઈ ગયુ હતું. મંગળવારે નાણાં મંત્રી કનુ દેસાઇએ વર્ષ 2023- 24 માટેનુ અંદાજપત્ર રૂપિયા ત્રણ એક હજાર કરોડ કરતા વધુનું વિનિયોગ વિધેયક રજૂ કર્યું હતું. જેમાં સરકારને નાણાંકીય ખર્ચ કરવા મંજુરી પણ માંગવામાં આવી હતી. પરંતુ કદાચ કોંગ્રેસના સભ્યોની ગેરહાજરીના કારણે કોઇપણ ચર્ચા વગર બજેટ પસાર થઇ ગયું હતું. જો કે 12 દિવસ બજેટ ચર્ચા ચાલી હતી. પરંતું નિર્ણાયક દિવસે એટલે કે મંગળવારે કોઇ ચર્ચા ન થતા ઇતિહાસ સર્જાયો હતો.