દર વર્ષ નડાબેટના રણમાં લાખો કિલોમીટરનું અંતર કાપી વિદેશી પક્ષીઓ આવે છે. યાયાવર પક્ષીઓ વર્ષમાં એક વાર સંવર્ધન માટે આવતા હોય છે.બનાસકાંઠા જિલ્લાની ભારત- પાકિસ્તાનની બોર્ડર પર આવેલા નડાબેટના રણમાં દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાય છે,જેના કારણે આ વિસ્તાર દરિયામાં ફેરવાઈ જાય છે. જેથી આ વિસ્તારમાં લાખો વિદેશી પક્ષીઓ લાખો કિલોમીટરનું અંતર કાપી નડાબેટના રણમાં આવે છે. નડાબેટ વિસ્તારમાં આવતા પ્રવાસીઓ માટે વિદેશી પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ સુઈગામ તાલુકાનાં નડાબેટનાં રણમાં વરસાદી પાણી ભરાતા રણ જાણે દરીયામાં ફેરવાઈ ગયું છે. તેમજ લાખો વિદેશી પક્ષીઓથી ઉભરાઈ રહ્યો છે. દર વર્ષે દિવાળી બાદ યાયાવર પક્ષીઓ લાખો કિલોમીટરનું અંતર કાપી નડાબેટના મહેમાન બને છે.

જ્યાં બે માસ રોકાઈને પરત પોતાના દેશ પહોંચે છે. નડાબેટનાં રણમાં પેલીન્ગો,પેલીકન,પીગેન્ટોન,ગજપાઉ નામના યાયાવર પક્ષીઓ બે થી ત્રણ લાખની સંખ્યામાં ઉમટી પડયા છે.નવેમ્બરથી જાન્યુઆરી સુધી ત્રણ માસ રોકાણ કરી પરત ફરે છે.ચોમાસા બાદ નડાબેટનાં રણમાં મોટી માત્રામાં દરિયા જેવો માહોલ હોવાથી વિદેશી યાયાવર પક્ષીઓ દર વર્ષે શિયાળાના પ્રારંભે સંવર્ધન અને ખોરાક માટે મોટી સંખ્યા નડાબેટ રણમાં આવે છે અને જ્યાં ત્રણ માસ વિતાવી પોતાનાં દેશમાં ઉડી જાય છે.
નડાબેટ રણમાં શિયાળનાં અંત સુધી પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયેલું રહેતું હોય છે, જેથી પાણીમાં કીટક અને નાની માછલી પણ મોટી માત્રામાં હોવાથી દેશનાં યાયાવર પક્ષીઓ પાણી અને ખોરાક પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
ગુડખર અભયારણ્યના આરએફઓ સી.એમ.બારડે જણાવ્યું હતું કે, શિયાળાની શરૂઆત થતાં જ સાઈબેરિયા અને યુરોપ દેશથી લાખોની સંખ્યામાં હજારો કિલોમીટરનું અંતર કાપી પેલીન્ગો,પેલીકન,પીગેન્ટોન અને ગજપાઉ નામના પક્ષીઓ આવે છે,જે ત્રણ માસ રોકાઈ પરત ફરે છે.