બોટાદ ઝેરી કેમિકલ કાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે હવે જે કંપનીમાંથી કેમિકલ નીકળ્યુ હતું તે એમોસ કંપનીમાં તપાસનો રેલો પહોંચ્યો છે. એમોસ કંપનીના ચારેય ડિરેકટરના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. એમોસ કંપનીના ચારેય ડિરેક્ટરો સામે લુકઆઉટ નોટિસ જાહેર થઈ છે. SIT ના સર્ચ ઓપરેશનમાં બે ડાયરેક્ટર ફરાર થઇ ગયા છે.
મુખ્ય ડિરેક્ટર સમીર પટેલ ફરાર
એમોસ કંપનીનો મુખ્ય ડિરેક્ટર સમીર પટેલ ફરાર થઈ ગયો છે. SITની ટીમે ડાયરેક્ટરના પરિવારના લોકોની પણ પૂછપરછ કરી છે. સમીર પટેલને SIT દ્વારા સમન્સ પાઠવાયું છે. તો ચારેય ડિરેક્ટરો સામે લુકઆઉટ નોટિસ જાહેર થઈ છે. સમીર પટેલ ઉપરાંત ડાયરેક્ટર રણજીત ચોકસી પણ ફરાર છે. SIT ની ટીમે રંજીત ચોક્સીના ઘર બહાર નોટિસ લગાવી છે. જોકે, ડિરેક્ટર પંકજ પટેલ અને ચંદુ પટેલ ઘરે મળી આવ્યા હતા. SIT એ બંને ડિરેક્ટરને પુરાવા લઈ હાજર થવા સમન્સ આપ્યુ છે.