Published By : Parul Patel
બરોડા ડેરીના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે સતીશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે જી.બી. સોલંકીની નિમણૂક કરવામાં આવી છે.
પ્રદેશ કક્ષાએથી પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા મેન્ડેડ લઈને આવ્યા હતા, અને જે તમામ ડિરેક્ટર સમક્ષ રજૂ કર્યો હતો. ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી, અને તેમાં સર્વાનુંમતે પ્રમુખ તરીકે સતીશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે જી.બી. સોલંકીના નામ પર મહોર મારવામાં આવી હતી. અગાઉ 26 જૂનના રોજ ચૂંટણી યોજાનાર હતી પરંતુ ચુંટણી અધિકારી જ ન આવતા આ ચુંટણી મુલતવી રાખવામાં આવી હતી. જોકે તે સમયે આવેલ મેન્ડેડનો વિરોધ થઈ શકે તેવી શકયતાઓ હતી. આજરોજ શાંતિમય રીતે સર્વાનુમતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સંપન્ન થઈ હતી…તમને નવા પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા…