Published by : Rana Kajal
પાકિસ્તાનના બલૂચિસ્તાનના લાસબેલામાં એક પેસેન્જર બસ ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે. લાસબેલાના આસિસ્ટન્ટ કમિશનર હમઝા અંજુમે આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે લગભગ 48 મુસાફરોને લઈને વાહન ક્વેટાથી કરાચી જઈ રહ્યું હતું. લાસબેલા પાસે યુ-ટર્ન લેતી વખતે વધુ સ્પીડના કારણે બસ બ્રિજના પિલર સાથે અથડાઇ હતી.ત્યારબાદ બસ ખીણમાં ખાબકી હતી અને આગ લાગી હતી.એક બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. જોકે, તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે મૃતકોની સંખ્યા વધી શકે છે. આ દરમિયાન જણાવ્યું કે, લાસબેલાના આસિસ્ટન્ટ કમિશનર હમઝા અંજુમે દુર્ઘટના સ્થળ પરથી અત્યાર સુધીમાં 17 મૃતદેહો મળી આવ્યા છે અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.