Published by : Rana Kajal
આસામમાં હાલના દિવસોમાં શસ્ત્રો અને વિસ્ફોટકો ઝડપાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક ધટના સામે આવી છે જેમા બસ માંથી મોટી માત્રામાં વિસ્ફોટકો ઝડપાયા હતા. આસામના ગોલપારા જિલ્લામાંથી પોલીસે મોટી માત્રામાં વિસ્ફોટકો ઝડપી પાડયા. તેમજ એક આરોપીની અટક કરી હતી. બાતમીના આધારે ગોલપારા પોલીસે એક બસમાંથી 1162 જિલેટીન સ્ટીક અને ગી 998 ડિટોનેટર જેટલો જંગી જથ્થો ઝડપી પાડયો હતો. આ બસ મેઘાલયના લુટબરીથી આવી રહી હતી. વિસ્ફોટક ભરેલ બસ મેઘાલય રાજ્ય તરફથી આવી રહી હતી તે સુચક બાબત છે. આસામ મેઘાલય અને આ વિસ્તારના અન્ય રાજ્યો વચ્ચે વારવાર સરહદ વિવાદ અંગે દેખાવો યોજાય છે જે હિંસક સ્વરૂપ પણ ધારણ કરે છે