Published by : Rana Kajal
ભરૂચ જિલ્લામાં બાઈક અને કાર વચ્ચેના અકસ્માતના બનાવો હવે જ્યારે સામાન્ય થઈ ગયા છે ત્યારે અને આવા બનાવોમાં મોટે ભાગે સમાધાન થઈ જતું હોય છે ત્યારે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા અને આ બનાવ અંગેનો કેસ ચાલી જતાં કાર ચાલકને અદાલતે 6 માસની કેદની સજા અને રૂ 25 હજારનો દંડ ફટકાર્યો હતો. આ અંગે વિગતે જોતા તા 2/1/2022 ના રોજ અંક્લેશ્વરના સુરવાડી બ્રિજ પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અંક્લેશ્વર તાલુકાનાં હરીપુરા ગામ ખાતે રહેતા પ્રવીણ વસાવા બાઈક લઈ સુરવાડી બ્રિજ પરથી અંક્લેશ્વર તરફ આવી રહ્યા હતા ત્યારે ઝાડેશ્વર ખાતે રહેતા રાજેશ શર્માએ કાર ગફલત ભરેલ હાલતમા ચલાવી બાઈક સાથે અકસ્માત સર્જતા પ્રવીણ વસાવાને પગના ભાગે ગંભીર ઇજા થતાં પગ કાપવાની ફરજ પડી હતી. જે અંગેનો કેસ ચાલી જતાં નામદાર અદાલતે કાર ચાલકને 6 માસની સજા અને રૂ 25 હજાર ના દંડની સજા ફટકારી હતી. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેના માર્ગ પર વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. અને આવા બનાવોમાં મોટા ભાગે સમાધાન થતું હોય છે જ્યારે આવા બનાવોના કેસ અદાલતમાં ચાલી જતા અદાલત સજા પણ ફટકારતી હોય છે