આજરોજ સવારના અરસામાં બાઈક નંબર-જી.જે.૧૬.બી.જે.૪૭૬૪ લઇ યુવાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રીજ પાસેથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન રોંગ સાઈટથી પુરપાટ ઝડપે ધસી આવેલ એસ.ટી બસ નંબર-જી.જે.૧૮.ઝેડ.૬૧૮૧ના ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો

આ અકસ્માતમાં બાઈક સવાર યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.