Published By:-Bhavika Sasiya
- જૉકે હાઇકોર્ટે અરજદારને કોઇ રાહત ન આપી…
- આવનારા નજીકનાં દિવસોમા અમદાવાદ સહીત રાજ્યમા બાગેશ્વર ધામવાળા પંડિત ધીરેન્દ્ર કુમાર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમો દરમિયાન સમાજમાં નફરત ફેલાય તેવા પ્રવચનો ન થાય અને કાયદો અને રાજ્યમાં વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જૉકે આ અરજી અંગે હાઇકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવા અંગે ઇનકાર કરી દિધો હતો. જોકે હાઇકોર્ટે અરજદારને સંબધિત સત્તાવાળાઓ સામે યોગ્ય રજુઆત કરવા અંગે પરવાનગી આપી હતી. અરજદારે જાહેર હિતની અરજીમાં જણાવ્યુ હતું કે પંડિત ધીરેન્દ્ર કુમાર વિવાદિત નિવેદન અને ભડકાઉ ભાષણો અંગે જાણીતા છે તેમજ ભાજપ દ્વારા જ આ કાર્યક્રમોને કો સ્પોનસર કરવામાં આવ્યાં છે ત્યારે આવા સંભવિત ભડકાઉ ભાષણો દ્વારા સમાજમાં નફરતની લાગણી ફેલાઈ શકે છે. અરજદારની આવી રજૂઆત હોવા છતા હાઈકોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણી કરવા અંગે ઇન્કાર કરી દિધો હતો.