ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડોકટરે બે એન્જીન્યર સાથે “ઈન્ટેલિજન્ટ બાયોપ્સી ગન” બનાવી હતી. આ ગનનો ઉપયોગ શું છે તે જોતાં બાયોપ્સી માટે સેમ્પલ લેવું એ દર્દી માટે ખુબ કષ્ટ દાયક હોય છે. તેમાં પણ હાડકાના કેન્સર માટે ઍક કરતા વધુ વખત સેમ્પલ લેવા પડે છે. જે દર્દી માટે વધુ પીડા દાયક સાબીત થાય છે. પરંતુ નવી શોધાયેલ ઇન્ટેલીજન્ટ બાયોપ્સી જાતે જ સેમ્પલ સિલેક્ટ કરે છે. આ ડીવાઇસને વિકસાવનાર ગુજરાત કેન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઓર્થોપેડીક કેન્સર સર્જન અભિજિત સાલુ કે અને એન્જીન્યર ડો. રાઘવેન્દ્ર ભાલેરાવ અને ડૉ. કૃપા શાહના જણાવ્યા અનુસાર આવું ડીવાઈસ વિશ્વમાં કશે નથી તેથી ડીવાઈસનુ પેટન્ટ પણ કરાવવામાં આવ્યું છે