બાળકો નો સર્વાગી વિકાસ ઈચ્છતા હોય તો તેમને અન્ય ઈતર પ્રવૃતિઓ પણ કરવા દો…. બાળક અભ્યાસ માં પણ આપોઆપ અગ્રેસર થશે…. દરેક વાલી પોતાનુ બાળકના સર્વાંગી વિકાસ કરે તેવું ઇચ્છતા હોય છે. ત્યારે માત્ર અભ્યાસ જ નહિ પરંતુ બાળકને તેની ગમતી ઈતર પ્રવૃતિઓમાં પણ રસ લેવા દો આપો આપ બાળક અભ્યાસમાં પણ અગ્રેસર થશે જ.

અમેરિકાના પુર્વ શિક્ષણ સચિવ વિલિયમ બેનેટનો રિસર્ચ રિપોર્ટ જણાવે છે કે દરેક બાળક અભ્યાસ ઉપરાંત અન્ય ઈતર પ્રવૃતિઓમાં પણ રસ લેતો હોય છે ત્યારે વાલી બાળકને ઇતર પ્રવૃતિઓમાં રસ ન લેવા અને માત્ર અભ્યાસ પર ફોકસ કરવાનું જણાવતા હોય છે પરંતુ તેમ ન કરતાં બાળકને ઈતર પ્રવૃતિઓ સાથે અભ્યાસને પણ બેલેન્સ કરવા દો ખુબ ચમત્કારિક પરીણામ આવશે બાળક ઈતર પ્રવૃતિઓ સાથે અભ્યાસમાં પણ અગ્રેસર થશે જ. તેમ તેઓનું માનવું છે. જો કે ભારતમાં અનેક શાળાઓમાં અભ્યાસ ઇતર પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવામાં આવે જ છે અને જેમાં બાળકો પારંગત નીવડે છે..
