Published by : Rana Kajal
ડિસેમ્બર મહિનો શરૂ થતા શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શિયાળામાં જાતજાતના વાસણાઓ પણ બનાવવામાં આવે છે જેને ખાવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય માટે સારું જાય એમ માનવામાં આવે છે. એમાં પણ શિયાળામાં મળતા આમળા આ સિઝનનો સૌથી હેલ્ધી ફ્રુટ માનવામાં આવે છે .તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ, વિટામીન સી, કેલ્શિયમ, આર્યન મિનરલ્સ અને વિટામીન હોય છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-06-at-1.02.09-PM-1024x768.webp)
આમળાની કેન્ડી બનાવવાની રીત :
આમળા કેન્ડી બનવા માટે આમળા ,ગોળ, સિંધવ મીઠું ,સંચળ ,આમચૂર, અજમો,હિંગ અને કાળા-મળીની જરૂર પડશે. સૌપ્રથમ આપણે બજારમાં મળતા તાજા અને ભરાવદાર આમળાને સરખી રીતે ધોઈ અને લૂછી લઈશું. ત્યારબાદ આ આમળાને વરાળ બાફવા માટે કુકરમાં મૂકી તેને બાફી લેવા. આમળાની કડીઓ જ્યાં સુધી અલગ થાય ત્યાં સુધી તેને બાફવા મૂકીશું. હમણાં બફાઈ ગયા બાદ તેને ડીશમાં કાઢી તેની કરીઓ અલગ કરી દઈ તેના બીજ કાઢી લેવા પછી આમળાને મિક્સરમાં લઈ પીસી લેવું. પછી તેને નોનસ્ટિક પેનમાં અથવા સ્ટીલની કડાઈમાં આ આમળાની પેસ્ટ કાઢી લેવી અને તેને મીડીયમ આંચ પર શેકાવા દેવું. આમળા શેકાય ત્યાં સુધી આપણે ઉપર જણાવેલા દરેક મસાલાને મિક્સરમાં ભેગા કરી લઈશું. અને ત્યારબાદ શેકાઈ રહેલા આમળામાં ગોળ અને મસાલા નાખી ફરી તેને શેકાવા દેવું.
આ આમળા અને ગોળ પૂરેપૂરા મિક્સ થાય ત્યાં સુધી તેને શેકવું. આ મિશ્રણ જ્યાં સુધી ગોળ ન હોય ત્યાં સુધી તેને શેકવા દેવું. એટલે કે લાડવા પડતું મિશ્રણ ન પડે ત્યાં સુધી તેને શેકો. આ મિશ્રણ શેકાઈ ગયા બાદ તેને દળેલી ખાંડ કે સાંકળ થી રગદોળી તેની નાની-નાનીઓ ગોળીઓ બનાવવી. આમ આ આમળા કેન્ડી સ્વાસ્થ્યની સાથે ઘણી સ્વાદિષ્ટ પણ બનશે.