આજના આ સમયમાં નાની ઉંમરમાં પણ બાળકોને ચશ્માના નંબર આવી જાય છે. નંબર આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, જો વાત કરીએ તો આજના આ સમયમાં મોટાભાગના બાળકોને ફોન જોવાની લત હોય છે. આ સાથે જ ઘણાં બાળકો એવા હોય છે જે જમતી વખતે ફોનમાં મનગમતું ચાલુ કરે અને જોતા-જોતા જમતા હોય છે. જો કે આ આદત બાળકો માટે બહુ ખરાબ સાબિત થાય છે. સતત ફોન જોવાને કારણે બાળકોની આંખની કીકીને પણ અનેક ઘણું નુકસાન થતુ હોય છે. આ માટે બાળકોને હેલ્ધી ખોરાક આપવો ખૂબ જરૂરી છે. હેલ્ધી ખોરાક બાળકોની ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે અને સાથે-સાથે શરીરને પણ મજબૂત રાખવાનું કામ કરે છે. આ સાથે જ જો તમે બાળકોને આ ફુડ્સ ખવડાવવાની આદત પાડો છો તો આંખોની રોશની વધે છે અને સાથે ચશ્માના નંબર આવવાના ચાન્સિસ પણ ઘટી જાય છે.
આંમળા
આંમળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આંમળામાં રહેલું વિટામીન સી આંખોની રોશની માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે બાળકોને શિયાળામાં રોજ એકથી બે આંમળા ખવડાવવાની આદત પાડો. તમે બાળકોને આંમળાનું અથાણું, આંમળાની કેન્ડી પણ ખવડાવી શકો છો.
શક્કરિયા
શક્કરિયા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. શક્કરિયામાં બીટા-કેરાટીન હોય છે જે આંખોની રોશનીને તેજ કરવામાં મદદ કરે છે. શક્કરિયામાં વધુ પ્રમાણમાં વિટામીન એ અને સી હોય છે, જે આંખોની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ માટે તમે બાળકોને શક્કરિયાની ચાટ પણ ખવડાવી શકો છો.
ગાજર
શિયાળામાં દરેક લોકોએ પોતાના બાળકોને તેમજ ઘરના બીજા સભ્યોને રોજ ગાજરનો જ્યૂસ આપવો જોઇએ. ગાજરના જ્યૂસમાં રહેલી તાકાત તમારી અનેક સમસ્યાઓને દૂર કરે છે. ગાજરમા કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામીન એ જેવા તત્વોનું પ્રમાણ બહુ સારું હોય છે જે સ્વાસ્થ્યની અનેક બીમારીઓ દૂર કરે છે અને સાથે આંખોની રોશની તેજ કરે છે.
ટામેટા
ટામેટામાં ભરપૂર પ્રમાણમાં વિટામીન સી હોય છે જે હેલ્થને લગતી અનેક ઉણપને પૂરી કરે છે. ટામેટામાં રહેલું વિટામીન એ અને વિટામીન સી બાળકોની આંખોની રોશની વધારે છે અને આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.