- ORSની પેટન્ટના કરાવી, છ કરોડ લોકોના જીવ બચ્યા, તે સાથે જીવનભરની બચત બાળકોની હોસ્પિટલને દાન કરી દીધી…
વર્ષ 1971માં મહાલનોબિસે શરણાર્થી શિબિરોમાં ડાયેરિયા અને કોલેરાથી થતા મોત ORSથી અટકાવ્યા હતા જે ઉપલબ્ધિ માનવામાં આવી હતી. આમ દુનિયાને ઓઆરએસની ભેટ આપનારા બાળકોના ડૉક્ટર દિલીપ મહાલનોબિસે 88 વર્ષની ઉંમરે રવિવારે કોલકાતામાં અંતિમ શ્વાસ લીધા હતા ડાયેરિયાના દર્દીઓને ડિહાઇડ્રેશનથી બચાવવા ઓરલ રિડાઇડ્રેશનની થિયરી આપી હતી વર્ષ 1971માં તેમણે ઓઆરએસનો ઉપયોગ કરીને આ બીમારીઓમાં અસરકારક પરીણામ સાબીત કર્યું હતું તા 1 ઓક્ટોબરે ડૉ. મહાલનોબિસને ફેફસાં અને ઉંમર સંબંધિત બીમારીના કારણે ભરતી કરાયા હતા. તેમનો જન્મ 12 નવેમ્બર, 1934ના રોજ થયો હતો. 1958માં તેમણે કોલકાતા મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી હતી.સૌથી પહેલા ઓરલ રિહાઇડ્રેશનની થિયરી આપનારા ડૉક્ટર મહાલનોબિસને રાષ્ટ્રીય સ્તરે પણ કોઇ સન્માન ના મળ્યું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મતે ઓઆરએસથી દુનિયાભરમાં અત્યાર સુધી ઓછામાં ઓછા છ કરોડથી વધુ લોકોનો જીવ બચાવાયો છે, જેમાં મોટા ભાગના બાળકોનો સમાવેશ થાય છે વર્ષ 1971માં ભારત-બાંગ્લાદેશ સરહદે યુદ્ધ વખતે શરણાર્થી શિબિરોમાં પણ ખાંડ અને મીઠાથી બનતા ઓઆરએસની મદદથી કોલેરા-ડાયેરિયાના લાખો દર્દીના જીવ બચાવાયા હતા. એ વખતે ઈન્ટ્રાવેન્સ થેરપી ન હતી અને કોલેરા જેવી બીમારીથી દુનિયામાં લાખોનાં મોત થતા હતા, પરંતુ ડૉ. મહાલનોબિસની ઓરલ ડિહાઇડ્રેશન થિયરીથી લોકોના જીવ બચાવવા શક્ય બન્યા હતા. શરણાર્થી શિબિરોમાં રાત-દિવસ દર્દીઓની સેવા કરતા ડૉ. મહાલનોબિસે પહેલીવાર આટલા મોટા પાયે ઓઆરએસનો ઉપયોગ કર્યો હતો. બાદમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ તેના ઉપયોગને માન્યતા આપી અને આખી દુનિયામાં તે લોકપ્રિય થયું હતું. દુનિયામાં કરોડોનો જીવ બચાવનારા આ ડૉક્ટરને દુનિયામાં તો ઠીક, પરંતુ દેશમાં રાષ્ટ્રીય સ્તરે પણ કોઈ સન્માન ના મળ્યું. જોકે, 2002માં તેમને પોલીન પુરસ્કાર, 2006માં પ્રિન્સ મહિડોલ એવોર્ડ મળ્યો હતો. આ પહેલાં તેઓ વર્ષ 1994માં રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સના વિદેશી સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. તેમણે બાળકોની એક હોસ્પિટલ પાર્ક સર્કસને પોતાના જીવનની તમામ રૂ. એક કરોડની બચત દાન કરી દીધી હતી. આ રકમમાંથી ત્યાં બાળકોનો એક સ્પેશિયલ વૉર્ડ બન્યો હતો. તેનું નામ પણ તેમના અને તેમની પત્ની જયંતી મહાલનોબિસના નામે રખાયું હતું…
આરોગ્ય નિષ્ણાત અભિજિત ચૌધરી કહે છે કે, ડૉ. એસ.એન. ડેએ સૌથી પહેલા ઓઆરએસની ક્ષમતા જણાવી હતી અને મહાલનોબિસે તે સાબિત કરી દીધું. ભારતના આ બે બંગાળી ડૉક્ટર મેડિકલ સાયન્સની દુનિયાના સૌથી મહત્ત્વના ઇનોવેશનના જનક છે. બંગાળના બનગાંવ શરણાર્થી શિબિરમાં સલાઇનની અછત સર્જાઇ હતી, ત્યારે ડૉ. મહાલનોબિસે ઓઆરએસ દ્રાવણ બનાવ્યું અને તેને ઓરલ સલાઇન નામ આપ્યું હતું.




