Published by : Rana Kajal
- શ્રીજિતા ડે અને સૌંદર્યાએ એકબીજાને લિપલૉક કર્યું
‘બિગ બોસ 16’માં હાલના એપિસોડમાં લાઇટ્સ ઑફ થયા બાદ ઘરના બે સ્પર્ધકો શ્રીજિતા ડે તથા સૌંદર્યા શર્માએ લિપલૉક કર્યું હતું. આ બંનેને કિસ કરતાં જોઈને ઘરના અન્ય સભ્યો નવાઈમાં મૂકાઈ ગયા હતા.આ બંનેએ શિવ ઠાકરે તથા અબ્દુ રોજિકની સામે કિસ કરી હતી. સો.મીડિયામાં આ બંને એક્ટ્રેસિસને ટ્રોલ કરવામાં આવી હતી.
શોમાં રાતનો સમય હતો. કેપ્ટન શિવ ઠાકરે, અબ્દુ રોજિક, સૌંદર્યા તથા શ્રીજિતા ચારેય વાતો કરતા હતા. હજી બે દિવસ પહેલાં જ શ્રીજિતા તથા સૌંદર્યા મિત્રો બન્યા હતા. ચારેય ભેગા મળીને કિસ અંગે વાત કરતા હતા. અચાનક જ સૌંદર્યા તથા શ્રીજિતાએ એકબીજાને કિસ કરી હતી. આ જોઈને શિવ ને અબ્દુ રોજિક નવાઈમાં મૂકાઈ ગયા હતા. લિપલૉક બાદ શ્રીજિતાએ શિવ ને અબ્દુને પણ કિસ કરવાનું કહ્યું હતું. જવાબમાં અબ્દુએ કહ્યું હતું કે પાગલ છે કે શું? શિવ બસ એક જ વાત કરતો હતો, ‘અબ્દુ, મેં આ શું જોઈ લીધું?’ તો અબ્દુ કહેતો હતો, ‘હું આ સપનું તો નથી જોતો ને? મેં પહેલી વાર બે યુવતીઓને કિસ કરતાં જોઈ છે.’ સૌંદર્યાએ અબ્દુને એમ પણ કહ્યું હતું કે તે તેને જજ ના કરે.
‘બિગ બોસ OTT’માં નેહા ભસિન તથા રિદ્ધિમા પંડિતે એકબીજાને લિપલૉક કિસ કરી હતી. આ ઉપરાંત ‘બિગ બોસ 6’માં સના ખાન તથા આશ્કા ગરોડિયાએ બ્લેન્કેટમાં છુપાઈને એકબીજાને લિપલૉક કર્યું હતું.